214
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 નવેમ્બર, 2021
શનિવાર
કોરોના મહામારી એક વાર ફરી પગ પેસારી રહી છે અને યુરોપ આ મહામારીનું કેન્દ્ર બની ગયું છે.
યુરોપિય યૂનિયનના કેટલાક દેશોમાં કોરોનાના વધતા કેસોના કારણે લોકડાઉનની આશંકા વધવા લાગી છે.
આ દેશોમાં સ્થાનીય સરકાર ક્રિસમસ સુધી ફરી લોકડાઉન લગાવવાના વિકલ્પ પર વિચાર કરી રહી છે.
સાથે જ એ વાત પર ચર્ચા થઈ રહી છે કે શું ફક્ત એકલી રસીની મદદથી કોરોના પર કાબૂ મેળવી શક્યા છે. ઠંડીમાં ફ્યૂની ઋતુની પહેલા એક રસીકરણ બાદ ચિંતા ઘણી વધી ગઈ છે.
27 સભ્યના યુરોપિયન યૂનિયનના 10 દેશોમાં કોવિડ 19 મહામારીને લઈને સ્થિતિ ચિંતાજનક છે.
યુરોપિયન સેન્ટર ફોર ડિસીઝ દ્વારા તૈયાર રિપોર્ટ અનુસાર બેલ્જિયમ, બુલ્ગારિયા, ક્રોએશિયા, ચેક રિપબ્લિક, ઈસ્ટોનિયા, ગ્રીસ, હંગરી, નેધર લેન્ડ પોલેન્ડ અને સ્લોવેનિયામાં સ્થિતિ બહું ખરાબ છે
You Might Be Interested In