News Continuous Bureau | Mumbai
યુરોપિયન સંસદ અને યુરોપિયન યુનિયન (European Parliament and the European Union) એટલે કે EUના સભ્ય દેશોએ 2035 સુધીમાં નવી પેટ્રોલ અને ડીઝલથી(petrol and diesel) ચાલતી કાર અને વાનનાં સેલ પર બેન મૂકવા માટે એક કરાર કર્યો છે. યુરોપિયન યુનિયનના રિપ્રેઝન્ટેટીવ વચ્ચે આ કરાર પર થયા છે. ગ્લોબલ વોર્મિંગનું કારણ બને તેવા વાયુઓના ઉત્સર્જનમાં(Emission of gases) કાપ મૂકવાના ટાર્ગેચને એચિવ કરવા યુરોપિયન કમિશન દ્વારા સ્થાપિત 'ફીટ ફોર 55' પેકેજના આ દાયકામાં આ પ્રથમ કરાર છે.
છેલ્લા 30 વર્ષમાં ગ્રીનહાઉસ ગેસના(greenhouse gases) ઉત્સર્જનમાં વધારો થયો
યુરોપિયન સંસદના જણાવ્યા પ્રમાણે UN ક્લાયમેટ ચેન્જ સમિટ(Climate Change Summit) પહેલા કરારએ ક્લિયર સંકેત છે કે EU તેના હવામાનને લગતા કાયદામાં નિર્ધારિત વધુ મહત્વાકાંક્ષી લક્ષ્યો સુધી પહોંચવા માટે ઠોસ રુલ્સ માટે ગંભીર છે. EU ડેટા પ્રમાણે ટ્રાન્સપોર્ટ એ એકમાત્ર ક્ષેત્ર છે જ્યાં છેલ્લા 30 વર્ષમાં ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન વધ્યું છે. 1990થી 2019ની વચ્ચે ટ્રાન્સપોર્ટ ઉત્સર્જનમાં 33.5 ટકાનો નોંધપાત્ર વધારો થયો છે.
આ સમાચાર પણ વાંચો : આવું તે કેવું સોશિયલ ડિસ્ટન્સિંગ! આ દેશમાં કોરોના દર્દીને ઊંચકવા માટે બોલાવી ક્રેન- જુઓ વાયરલ વિડીયો
પ્રદુષણ(Pollution) ફેલાવતી પેસેન્જર કાર તેમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. EUમાં રોડ ટ્રાન્સપોર્ટમાંથી(road transport) થતા કુલ કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનમાં(carbon dioxide emissions) પેસેન્જર કારનો ભાગ 61 ટકા જેટલો છે. યુરોપિયન સંસદની પર્યાવરણ સમિતિના વડા પાસ્કલ કેનફિનના જણાવ્યા અનુસાર તે એક ઐતિહાસિક નિર્ણય છે કારણ કે તે પ્રથમ વખત 2025- 2030 અને 2035માં ટાર્ગેટ સાથે સ્વચ્છ શૂન્ય-કાર્બન ઉત્સર્જન માર્ગને વ્યાખ્યાયિત કરે છે. આ 2050 સુધીમાં આબોહવાને બહેતર બનાવવાના અમારા લક્ષ્ય સાથે જોડાયેલું છે.
આપને જણાવીએ કે ECBએ બેકાબૂ મોંઘવારી પર કાબુ મેળવવા માટે વ્યાજ દરોમાં વધુ એક મોટો વધારો કર્યો છે. ફ્રેન્કફર્ટમાં 25 સભ્યોની વહીવટી પરિષદે એક બેઠકમાં પાછલા મહિનાના રેકોર્ડ વધારાને અનુરૂપ મેઇન વ્યાજદરમાં 0.75 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો હતો. યુએસ ફેડરલ રિઝર્વની સાથે સાથે વિશ્વની મેઇન સેન્ટ્રલ બેંકો એ ફુગાવા ને કાબુમાં લેવા માટે વ્યાજદરમાં વધારો કરવાનો માર્ગ અપનાવ્યો છે.