News Continuous Bureau | Mumbai
અમેરિકા અને ભારત વચ્ચે થયેલા ઐતિહાસિક વેપાર કરાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના નાગરિકોને આત્મવિશ્વાસનો સંદેશ આપ્યો છે. અમેરિકાએ ભારતીય સામાન પરનો ટેરિફ ૨૫% થી ઘટાડીને ૧૮% કરવાની જાહેરાત કર્યાના થોડા જ કલાકોમાં પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને ‘વિકસિત ભારત’ ના સપનાને સાકાર કરવા માટે આત્મવિશ્વાસને પાયાની શક્તિ ગણાવી છે.
આત્મવિશ્વાસથી બધું જ શક્ય
વડાપ્રધાન મોદીએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, “આત્મવિશ્વાસ એ એવી શક્તિ છે જેની મદદથી બધું જ શક્ય છે.” તેમણે ઉમેર્યું કે નાગરિકોની આ જ શક્તિ વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં અત્યંત ઉપયોગી સાબિત થશે. ભારત-અમેરિકા વચ્ચેના વ્યાપારિક સંબંધોમાં આવેલો આ નવો વળાંક ભારતની આર્થિક પ્રગતિમાં માઇલસ્ટોન સાબિત થશે તેવી આશા પીએમ મોદીએ વ્યક્ત કરી છે.
आत्मविश्वास वह शक्ति है, जिसके बल पर सब कुछ संभव है। विकसित भारत के सपने को साकार करने में देशवासियों की यही शक्ति बहुत काम आने वाली है।
श्रीर्मङ्गलात् प्रभवति प्रागल्भ्यात् सम्प्रवर्धते।
दाक्ष्यात् तु कुरुते मूलं संयमात् प्रतितिष्ठति॥ pic.twitter.com/FcQqHbSvI9
— Narendra Modi (@narendramodi) February 3, 2026
આ સમાચાર પણ વાંચો : Viral Video: અડધી રાત્રે કબ્રસ્તાનમાંથી આવ્યો બિરયાનીનો ઓર્ડર, લોકેશન જોઈને ફૂડ ડિલિવરી બોયના હોશ ઉડી ગયા!
સંસ્કૃત શ્લોક દ્વારા સમજાવ્યું સંપત્તિનું મહત્વ
પીએમ મોદીએ એક સંસ્કૃત શ્લોક પણ શેર કર્યો છે, જેનો અર્થ થાય છે કે સંપત્તિ નેક કાર્યો દ્વારા કમાવવામાં આવે છે. શ્લોકમાં સમજાવવામાં આવ્યું છે કે, “ધન (સંપત્તિ) સાહસ અને આત્મવિશ્વાસથી વધે છે, કૌશલ્ય અને કાર્યક્ષમતાથી સ્થિર રહે છે અને જ્યારે અનુશાસન દ્વારા સુરક્ષિત કરવામાં આવે છે, ત્યારે તે રાષ્ટ્રની પ્રગતિમાં યોગદાન આપે છે.” આ શ્લોક દ્વારા તેમણે ભારતીય ઉદ્યોગસાહસિકો અને કામદારોની કુશળતા પર ગૌરવ વ્યક્ત કર્યું છે.
ટ્રમ્પ સાથેની દોસ્તી અને વેપાર કરાર
ઉલ્લેખનીય છે કે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ પીએમ મોદીને પોતાના ‘સૌથી સારા મિત્ર’ ગણાવતા આ ટ્રેડ ડીલની જાહેરાત કરી હતી. ટ્રમ્પે સ્વીકાર્યું હતું કે પીએમ મોદીની માંગ પર જ તેઓ ભારતીય માલ પરના ટેરિફ ઘટાડવા સંમત થયા છે. પીએમ મોદીએ ટ્રમ્પ સાથેની આ વાતચીતની પુષ્ટિ કરતા ભારતની ૧૪૦ કરોડ જનતા વતી તેમનો આભાર પણ માન્યો હતો. આ ડીલથી બંને દેશોના આર્થિક હિતો સુરક્ષિત થશે.