Site icon

Expensive Banana: લ્યો કરો વાત… દીવાલ પર પટ્ટીથી ચોંટેલું માત્ર એક કેળું રૂપિયા 52 કરોડમાં વેચાયું! વિશ્વાસ નથી આવતો? તો વાંચો આ સમાચાર..

Expensive Banana A banana duct-taped to a wall sold for $6.2 million at a Sotheby's art auction

   News Continuous Bureau | Mumbai

Story
Expensive Banana: કેળા વિશે આપણે બધા જાણીએ છીએ કે તે ખૂબ જ પૌષ્ટિક ફળ છે. જેમાં વિટામીન અને ફાઈબર ભરપૂર માત્રામાં જોવા મળે છે. સામાન્ય રીતે બજારમાં એક ડઝન કેળા 50-70 રૂપિયામાં આસાનીથી મળી જાય છે, પરંતુ જો અમે તમને કહીએ કે માત્ર એક કેળું 52 કરોડ રૂપિયામાં વેચાયું તો શું તમે વિશ્વાસ કરશો? તમે કદાચ માનશો નહીં, પરંતુ તે એકદમ સાચું છે. વિશ્વના સૌથી મોંઘા કેળાની કિંમત 62 લાખ ડોલર એટલે કે લગભગ 52 કરોડ રૂપિયા આંકવામાં આવી હતી. જો કે, આ કેળું ખાવા માટે નહોતું, પરંતુ એક કલાકારે તેની કલામાં તેનો ઉપયોગ કર્યો હતો.

Expensive Banana: કેળું હરાજીમાં રૂ. 52 કરોડમાં વેચાયું

અહેવાલો અનુસાર, પ્રખ્યાત ઇટાલિયન કલાકાર મૌરિઝિયો કેટાલાન દ્વારા બનાવવામાં આવેલ એક અનોખા આર્ટ વર્ક, જેમાં દિવાલ પર ટેપ વડે ચોંટાડેલું કેળું હતું. તે એક હરાજીમાં રૂ. 52 કરોડ ($6.2 મિલિયન) માં વેચાયું હતું. આ કળાને ‘કોમેડિયન’ નામ આપવામાં આવ્યું છે અને તેને એક ક્રિપ્ટોકરન્સી બિઝનેસમેને ખરીદ્યું છે. વર્ષ 2019માં જ્યારે આ આર્ટ શો પહેલીવાર યોજાયો ત્યારે તેના પર ભારે વિવાદ થયો હતો. લોકોએ સવાલ ઉઠાવ્યો હતો કે શું તેને કલા ગણવી જોઈએ.

આ સમાચાર પણ વાંચો : Train Jugaad video : ખીચોખીચ ભરેલી હતી ટ્રેન, કુલી એ મુસાફરોને ટ્રેનમાં ચડાવવા લગાવ્યો આ જુગાડ; વિડીયો જોઈ લોકો રહી ગયા દંગ…

Expensive Banana: વિચિત્ર આર્ટવર્ક વિશ્વમાં ચર્ચાનો વિષય બની ગયું

આ કેળા માટે 20 નવેમ્બરે હરાજી યોજાઈ હતી, પરંતુ આ આર્ટવર્કની બોલી ઝડપથી વધી જતાં આયોજકોને આશ્ચર્ય થયું હતું. આ વિચિત્ર આર્ટવર્ક સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બની ગયું હતું જ્યારે ક્રિપ્ટોકરન્સી પ્લેટફોર્મ TRONના સ્થાપક સનએ આ આર્ટવર્ક તેની અંદાજિત કિંમત કરતાં ચાર ગણી વધુ કિંમતે ખરીદી હતી.

Expensive Banana: કેળા 29 રૂપિયામાં ખરીદ્યા હતા

રસપ્રદ વાત એ છે કે, કેટેલનનું આર્ટવર્ક ‘કોમેડીયન’ એક સાદું કેળું છે, જે તે જ દિવસે માત્ર $0.35 (રૂ. 29)માં ખરીદવામાં આવ્યું હતું અને ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, ખાલી દિવાલ પર ડક્ટ ટેપથી ચોંટાડવામાં આવ્યું હતું. હરાજીમાં કોમેડિયનની શરૂઆતની કિંમત $8 લાખથી વધીને $52 લાખ થઈ. આખરે તેની 62 મિલિયન ડોલરમાં હરાજી થઈ.

Exit mobile version