ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 સપ્ટેમ્બર, 2021
સોમવાર
અફગાનિસ્તાનમાં તાલિબાનોના સત્તા પર પાછા ફરવાની સાથે દેશની હાલત બગડવાનું શરૂ થઈ ગયું છે.
નંગરહાર પ્રાંતનું જલાલાબાદ આતંકી પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની રહ્યું છે. જલાલાબાદમાં સતત બીજા દિવસે એક બસ સ્ટેશન પર બોમ્બ વિસ્ફોટ થયો હતો.
તાલિબાનોને નિશાન બનાવીને થયેલા આ હુમલામાં બે વ્યક્તિનાં મોત નીપજ્યાં છે. તદુપરાંત આ બોમ્બ વિસ્ફોટમાં તાલિબાનનો એક ફાઈટર પણ ઘાયલ થયો છે.
તાલિબાનો પર આઈએસ આતંકી હુમલા કરી રહ્યું હોવાનો સૂત્રોએ દાવો કર્યો છે.
જોકે, આ હુમલાની જવાબદારી હજુ સુધી કોઈએ સ્વીકારી નથી.
ઘણી બધી પાબંદી હોવા છતાં મહારાષ્ટ્રમાં ગણેશ વિસર્જન દરમિયાન આટલા બધા લોકોના થયા મૃત્યુ જાણો વિગતે
