News Continuous Bureau | Mumbai
Female Love Guru: આ એક વિવાદાસ્પદ મહિલા લવ ગુરુ છે. જે મહિલાઓને ( Women ) શીખવે છે કે કેવી રીતે અમીર લોકો ( Rich Men ) સાથે લગ્ન કરવા. આ કામ કરીને આ મહિલા લવ ગુરુ દર વર્ષે 163 કરોડ રૂપિયા કમાઈ રહી છે. આ મહિલા લવ ગુરુ ચીનની ( China Female Love Guru ) રહેવાસી છે. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના અહેવાલ મુજબ, આ ઇન્ફ્લુઅન્સર્સ છે ચાઈનાની લે ચુઆંકુ. લે ચુઆંકુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા સંબંધો અને નાણાકીય સલાહ આપીને ચીનમાં ‘લવ ગુરુ’ તરીકે લોકપ્રિયતા મેળવી છે. તેના અનુયાયીઓ પણ મોટી સંખ્યામાં છે. જો કે, ચુઆંકુની સલાહ ઘણીવાર એવી હોય છે કે તે વિવાદ ઉભો કરે છે.
એવું કહેવાય છે કે ચુઆંકની ( Love Guru ) સલાહ ઘણીવાર વિવાદોને જન્મ આપે છે, કારણ કે તે એવા સંબંધનો પ્રોત્સાહન આપે છે, જેને સમાજમાં અનૈતિક માનવામાં આવે છે. તે લગ્ન અને સંબંધોને પૈસા કમાવવાના સાધન તરીકે જુએ છે, એટલે કે નાણાકીય લાભ માટે જ લગ્ન કરવા જોઈએ અને આવું જ તે બીજી સ્ત્રીઓને પણ શીખવે છે. પોતાના વીડિયોમાં તેણે સ્પષ્ટપણે કહ્યું છે કે, ‘બધા સંબંધો મૂળભૂત રીતે લાભોના આદાનપ્રદાન પર આધારિત હોય છે. દરેક વસ્તુનો ઉપયોગ તમારી આર્થિક સ્થિતિને વધારવા અને તમારી જાતને સશક્ત બનાવવા માટે થવો જોઈએ.
આ સમાચાર પણ વાંચો: IT Notice: ઇન્કમ ટેક્સ નોટિસ! આ કરદાતાએ માત્ર 1 રૂપિયાનો વિવાદ ઉકેલવા માટે 50 હજાર રૂપિયા ખર્ચ્યા.. જાણો વિગતે..
Female Love Guru: લાઇવ-સ્ટ્રીમ દરમિયાન એક સલાહ આપવા માટે ચુઆંકુ રૂ. 12,945 ચાર્જ કરે છે…
લાઇવ-સ્ટ્રીમ દરમિયાન એક સલાહ આપવા માટે ( Chinese Influencer ) ચુઆંકુ રૂ. 12,945 ચાર્જ કરે છે. તેના સૌથી વધુ પસંદ કરાયેલા કોર્સ ‘મુલ્યવાન સંબંધો’ની ફી 43,179 રૂપિયા છે. આ સાથે તે વ્યક્તિગત કાઉન્સેલિંગ માટે દર મહિને 1,16,927 રૂપિયા ચાર્જ કરે છે. સોશિયલ મીડિયા ઉપરાંત, તે ઘણી વર્કશોપ અને સેમિનારનું પણ આયોજન કરે છે. અહીં તે લોકોને ડેટિંગ સ્ટ્રેટેજી ( Dating Strategy ) પર માર્ગદર્શન આપે છે. વિવાદોમાં હોવાને કારણે, તેને સ્થાનિક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Weibo પર પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. જો કે, તે હજી પણ પોતાનો બિઝનેસ આગળ વધારવા માટે AI ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે અને તેના વ્યવસાયને પ્રમોટ કરવા માટે ગ્રાહકો અને વ્યક્તિગત ચેનલો સાથે સીધી વાત પણ કરે છે.