ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 ઑગસ્ટ, 2021
સોમવાર
અફઘાનિસ્તાન પર તાલિબાનનું રાજ સ્થાપિત થયા બાદ પાડોશી દેશો સાથે સબંધને લઇને કેટલીક અટકળો લગાવવામાં આવી રહી છે.
આ બધા વચ્ચે તાલિાબને કહ્યુ છે કે ભારત અને પાકિસ્તાને પોતાના વિવાદ વચ્ચે અફઘાનિસ્તાનને ના ઘસેડવુ જોઇએ.
કતારના દોહામાં તાલિબાનના રાજકીય મામલાના પ્રમુખ શેર મોહમ્મદ અબ્બાસ સ્ટેનકજઇનું કહેવુ છે કે તાલિબાન દરેક દેશ સાથે પોતાના સારા સબંધ બનાવવા માંગે છે.
એક ઇન્ટરવ્યૂમાં તાલિબાની નેતાએ આ બધી વાતોને ખોટી ગણાવી હતી જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તાલિબાન પાકિસ્તાન સાથે મળીને ભારત વિરૂદ્ધ એકજુટ થશે.
તેને ખોટી ગણાવતા શેર મોહમ્મદ અબ્બાસ સ્ટેનકજઇએ કહ્યુ કે અમે આવુ કઇ પણ નથી કહ્યુ, અમે પોતાના દરેક પાડોશી સાથે સારા સબંધ ઇચ્છીએ છીએ.
માનવામાં આવી રહ્યુ છે કે શેર મોહમ્મદ અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી બની શકે છે, એવામાં તેમણે ભારત સાથે સારા રાજકીય, વેપારીક અને આર્થિક સબંધ સ્થાપિત કરવાની વાત કરી છે.
ઈડીએ આ શિવસેના સાંસદ ના ઘરે અને ઓફીસમાં પાડ્યા દરોડા, કરોડોની હેરાફેરીનો આરોપ; જાણો વિગતે