News Continuous Bureau | Mumbai
યુક્રેનમાં મેડિકલનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર આવ્યાં છે.
યુક્રેન સરકારે અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને પરીક્ષા વિના ડિગ્રી આપવાનો નિર્ણય લીધો છે.
યુક્રેનની સરકારે લાઇસન્સિંગ પરીક્ષાને રદ કરવાનો નિર્ણય લીધો છે.
એટલે કે હવે પરીક્ષા વિના જ વિદ્યાર્થીઓને MBBSની ડિગ્રી મળશે.
ઉલ્લેખનીય છે કે યુક્રેનમાં મેડિકલ અને ફાર્મસીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ અલગ-અલગ બે પરીક્ષા પાસ કરવાની હોય છે. આ પરીક્ષાને KROK-1 અને KROK-2 નામ આપવામાં આવ્યું છે.
તબીબી વિદ્યાર્થીઓએ ત્રીજા વર્ષમાં KROK-1 પરીક્ષા પાસ કરવી પડશે. જ્યારે છેલ્લાં એટલે કે ચોથા વર્ષમાં તેમણે KROK-2 પાસ કરવાની હોય છે. ત્યાર બાદ જ તેમને ફાઇનલ ડિગ્રી આપવામાં આવે છે.
આ સમાચાર પણ વાંચો : યુદ્ધ વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ NATO પર કર્યો કટાક્ષ, કહ્યું-અમને સ્વીકારો અથવા માનો કે તમે આ દેશથી ડરો છો… જાણો વિગતે