રશિયાની ધમકીને આ પાડોશી દેશે અવગણી, નાટોમાં જોડાવા માટે કરી જાહેરાત… જાણો વિગતે.. 

News Continuous Bureau | Mumbai

યુક્રેન(Ukraine) પર રશિયાના(Russia) હુમલા બાદ હવે રશિયાના પાડોશી દેશ ફિનલેન્ડે(Finland) પણ મોટું એલાન કર્યુ છે.

ફિનલેન્ડના પ્રમુખ અને વડા પ્રધાને(Prime minister) આજે જણાવ્યું કે અમે નાટોમાં જોડાવા માટે જઈ રહ્યા છે.

દેશના રાષ્ટ્રપતિ સોલી નિનિસ્ટો(Sauli Niinisto) અને વડા પ્રધાન સન્ના મારિન(Prime Minister Sanna Marin) દ્વારા કરવામાં આવેલી આ જાહેરાતનો અર્થ એ છે કે ફિનલેન્ડે હવે નાટોમાં જોડાવાનું મન બનાવી લીધું છે. 

એટલે કે ફિનલેન્ડ રશિયાની ચેતવણીને અવગણીને નાટોમાં જોડાશે.

ઉલ્લેખનીય છે કે, રશિયાએ યુક્રેન પર કરેલા હુમલા પાછળનુ એક કારણ યુક્રેનનો નાટો(NATO) તરફનો ઝુકાવો હતો. રશિયાએ બીજા પાડોશી દેશોને પણ નાટોમાં જોડાવા સામે ચેતવણી આપી હતી.

આ સમાચાર પણ વાંચો  : ગજબ… આ દેશમાં નોંધાયો કોરોનાનો પહેલો કેસ, રાષ્ટ્રપ્રમુખે આખા દેશમાં લગાવી દીધું લોકડાઉન.. 

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *