News Continuous Bureau | Mumbai
Kim Jong Un : ઉત્તર કોરિયાના(North Korea) નેતા કિમ જોંગ ઉને રશિયાના(Russia) સંરક્ષણ પ્રધાન સાથે બંને દેશોની સેનાઓ વચ્ચે ‘વ્યૂહાત્મક સહયોગ’ મજબૂત કરવા ચર્ચા કરી હતી. ઉત્તર કોરિયાના સરકારી મીડિયાએ આ માહિતી આપી છે. કિમ રશિયાના દૂર પૂર્વીય વિસ્તારની મુલાકાતે છે, જેને લઈને પશ્ચિમી દેશોએ ચિંતા વ્યક્ત કરી છે. નિષ્ણાતોનું માનવું છે કે યુક્રેન વિરુદ્ધ રશિયાના હુમલા વચ્ચે મોસ્કોને ઉત્તર કોરિયા પાસેથી હથિયારો મળી શકે છે, જેનાથી યુદ્ધ વધી શકે છે.
‘ધ કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સી’એ પોતાના એક સમાચારમાં કહ્યું કે ઉત્તર કોરિયાના નેતા કિમ અને રશિયન રક્ષા મંત્રી સર્ગેઈ શોઇગુ વચ્ચે શુક્રવારે થયેલી વાતચીત પહેલા કિમને રશિયાની કેટલીક સૌથી આધુનિક હથિયાર પ્રણાલી બતાવવામાં આવી હતી, જેનો ઉપયોગ યુક્રેન વિરુદ્ધ કરવામાં આવી રહ્યો છે. સમાચાર અનુસાર, કિમને પરમાણુ હુમલા કરવામાં સક્ષમ બોમ્બર એરક્રાફ્ટ, હાઈપરસોનિક મિસાઈલ અને રશિયાના પેસિફિક ફ્લીટમાં સામેલ એડવાન્સ યુદ્ધજહાજ બતાવવામાં આવ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : BBC Documentary : ગુજરાત રમખાણો પર બનેલી બીબીસીની ડોક્યુમેન્ટ્રીથી બબાલ, સરકારે બ્લોક કરવાના આપ્યા આદેશ
ગવર્નર કિમ સાથે મુલાકાત કરશે
યુક્રેન(Ukraine) પર રશિયાના આક્રમણ વચ્ચે કિમ મોસ્કોને શસ્ત્રો પૂરા પાડી શકે છે અને તેના બદલામાં ઉત્તર કોરિયા રશિયા પાસેથી અદ્યતન ટેક્નોલોજી મેળવી શકે છે તે અંગે અમેરિકા અને તેના સહયોગીઓને ચિંતા છે. રશિયાના પ્રિમોરી ક્ષેત્રના ગવર્નર ઓલેગ કોઝેમ્યાકોએ જણાવ્યું હતું કે તેઓ રવિવારે કિમને મળવાની યોજના ધરાવે છે. વ્લાદિવોસ્તોક પ્રિમોર્યે પ્રદેશમાં આવે છે. કોઝેમ્યાકોએ મેસેજિંગ એપ પર જણાવ્યું હતું કે તેઓ કિમ સાથે રશિયા અને ઉત્તર કોરિયાના સ્કૂલના બાળકોને એકબીજાના દેશમાં સમર કેમ્પમાં જવા દેવા માટે વિદ્યાર્થી વિનિમય કાર્યક્રમ અંગે ચર્ચા કરશે. આ ઉપરાંત બંને નેતાઓ વચ્ચે રમતગમત, પર્યટન અને સંસ્કૃતિના ક્ષેત્રોમાં સહયોગ અંગે ચર્ચા થશે. રશિયન મીડિયાએ જણાવ્યું હતું કે કિમ પ્રિમોરીમાં ખાદ્ય ઉદ્યોગ સાથે સંબંધિત સંસ્થાઓની મુલાકાત પણ લઈ શકે છે.