Site icon

કિમ જોંગ ઉનની ક્રૂરતા : નોર્થ કોરિયાની અર્થવ્યવસ્થા પર સવાલ ઉઠાવાતાં મંત્રાલયના પાંચ અધિકારીઓને ગોળીએ દીધાં..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

12 સપ્ટેમ્બર 2020

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને ફરી એક વાર વિફર્યો છે. તેમણે પોતાના દેશની અર્થવ્યવસ્થા પર સવાલ ઉઠાવનારા પાંચ અધિકારીને મોતની સજા આપી છે. સૌ કોઈ સ્તબ્ધ છે. એક મીડિયા અહેવાલ પ્રમાણે આર્થિક મંત્રાલયના પાંચ અધિકારીએ એક ડિનર પાર્ટીમાં દેશની ઇકોનોમી પર ચર્ચા કરી હતી. આ ચર્ચા દરમિયાન તેમણે કિમના શાસનની નીતિઓની ટીકા કરી, દેશમાં ઔદ્યોગિક સુધારાની જરૂરિયાત હોવાનું કહ્યું હતું. સાથે જ આ અધિકારીઓએ સૂચન કર્યું હતું કે નોર્થ કોરિયાએ પોતાના પ્રતિબંધોને દૂર કરવા માટે વિદેશી મદદ લેવી જોઈએ.

પાર્ટીમાં હાજર બીજા અધિકારીઓની આ ચર્ચા બાબતે કિમ જોંગ ઉનને ફરિયાદ કરાઈ હતી. કિમ આર્થિક મંત્રાલયના પ્રમુખ છે. આથી તેણે તમામ અધિકારીઓને બોલાવ્યા હતા અને તેમના પણ દબાણ કરીને કબૂલ કરાવવામાં આવ્યું કે તેમણે નોર્થ કોરિયાના શાસનને નબળું કહેવાની કોશિશ કરી હતી. અહેવાલમાં કહેવાયું છે કે આ ઘટના 30 જુલાઈની છે. 

ઉત્તર કોરિયા પર પોતાનું વર્ચસ્વ જમાવી રાખવા આ તાનાશાહ કોઈપણ હદે જતાં અચકાતો નથી.  કિમ જોંગ ઉને પોતાના કાકા કિમ જોંગ થાએકને 120 શિકારી ભૂખ્યા કૂતરાઓના પાંજરામાં નાખી દીધા હતા. 

કિમ જોંગ ઉને પોતાના સાવકા ભાઈ કિમ જોંગ નામ ઉપર નોર્થ કોરિયા વિરુદ્ધ જાસૂસી કરવાનો આરોપ મુક્યો હતો. અને મલેશિયામાં હત્યા કરાવી હતી. ફેબ્રુઆરી, 2015માં મલેશિયાના એરપોર્ટ પર બે યુવતીઓએ ઝેરીલી પિન મારીને તેમની હત્યા કરી હતી. તાજેતરમાં વાત કરીએ તો 

 તાનાશાહ કિમે દેશમાં કોરોના વાઇરસને અટકાવવા માટે ચીન તરફથી આવનારી વ્યક્તિને ગોળી મારવાના આદેશ આપ્યા છે.

Thailand: અનોખો કાયદો લાગુ! હવે બપોરે દારૂ પીશો તો ભરવો પડશે મોટો દંડ, જાણો ક્યાં આવ્યો આ નિયમ?
Bangladesh Pakistan Relations: ઈતિહાસમાં પહેલીવાર! ૧૯૭૧ પછી પાકિસ્તાની જહાજ બાંગ્લાદેશ પહોંચ્યું, નેવી ચીફની હાજરી ભારત માટે ચિંતાનો વિષય!
Mali Terrorism: મોટો ખતરો,માલીમાં અલ-કાયદા અને ISISની આડમાં આતંકવાદીઓએ ૫ ભારતીય કામદારોનું અપહરણ કર્યું.
US-Venezuela tensions: અમેરિકા-વેનેઝુએલા તણાવમાં પુતિનનો માસ્ટરસ્ટ્રોક! અમેરિકા હુમલો કરે તે પહેલાં જ આઘાતજનક ચાલ, ટ્રમ્પ જોતા રહી ગયા
Exit mobile version