Flavio Bolsonaro Flees To US લુલા ડા સિલ્વાના શપથ પૂર્વે બોલ્સોનારો ફ્લોરિડા પહોંચ્યા; વિવિધ કૌભાંડો અને તપાસ મામલે કાનૂની ગાળિયો મજબૂત

Flavio Bolsonaro Flees To US પાસપોર્ટ જમા કરાવવાના આદેશ વચ્ચે અમેરિકા પહોંચ્યાના અહેવાલ, ચૂંટણી પરિણામો રદ કરવાની માગણી

by kalpana Verat
Flavio Bolsonaro Flees To US   લુલા ડા સિલ્વાના શપથ પૂર્વે બોલ્સોનારો ફ્લોરિડા પહોંચ્યા; વિવિધ કૌભાંડો અને તપાસ મામલે કાનૂની ગાળિયો મજબૂત

 

News Continuous Bureau | Mumbai

Flavio Bolsonaro Flees To US બ્રાઝિલના રાજકારણમાં ભારે ખળભળાટ મચાવતો મોટો ઘટનાક્રમ સામે આવ્યો છે. દેશમાં તાજેતરમાં યોજાયેલી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં પરાજયનો સામનો કરનાર ફ્લાવિયો બોલ્સોનારો (Flavio Bolsonaro) દેશ છોડીને અમેરિકા જતા રહ્યા હોવાના અહેવાલોથી ભારે ચકચાર જાગી છે. બ્રાઝિલના પૂર્વ રાષ્ટ્રપતિ ઝાયર બોલ્સોનારોના પુત્ર ફ્લાવિયોને ચૂંટણી પરાજય બાદ કોર્ટ દ્વારા પોતાનો સામાન્ય તેમજ રાજદ્વારી પાસપોર્ટ જમા કરાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો, તેવામાં તેઓ અમેરિકા રવાના થઈ જતાં તપાસ એજન્સીઓ સંપૂર્ણપણે સક્રિય થઈ ગઈ છે.

Flavio Bolsonaro Flees To US – પાસપોર્ટ જમા કરાવવાની મુદત વચ્ચે દેશ છોડ્યાના ચોંકાવનારા દાવા

આંતરરાષ્ટ્રીય મીડિયા અહેવાલો અનુસાર, બ્રાઝિલની ન્યાયિક વ્યવસ્થા દ્વારા ફ્લાવિયો બોલ્સોનારોને મંગળવાર બપોર સુધીમાં પોતાના તમામ પાસપોર્ટ કોર્ટ સમક્ષ જમા કરાવી દેવાની કડક તાકીદ કરવામાં આવી હતી. જોકે, પાસપોર્ટ જમા થયો છે કે નહીં તે સ્પષ્ટ થાય તે પૂર્વે જ તેઓ અમેરિકા પહોંચી ગયા હોવાનું સામે આવ્યું છે. ટેક્સાસમાં રહેતા તેમના ભાઈ એડુઆર્ડો બોલ્સોનારોએ ચૂંટણી હારવાની સ્થિતિમાં તેમને અગાઉથી જ દેશ છોડી દેવાની સલાહ આપી હતી. આ અહેવાલો અંગે ફ્લાવિયોના સત્તાવાર પ્રવક્તા તરફથી હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

Flavio Bolsonaro Flees To US – ચૂંટણી પરિણામો અસ્વીકાર કરી લૂલા દા સિલ્વા સામે ગંભીર આરોપો

ફ્લાવિયો બોલ્સોનારોએ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં પોતાની હાર સ્વીકારવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો છે અને મતદાન પ્રક્રિયામાં મોટા પાયે ધાંધલી થઈ હોવાના આરોપ મૂક્યા છે. તેમણે ચૂંટણી પરિણામો રદ કરવાની સાથે વિજેતા જાહેર થયેલા રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિઓ લૂલા દા સિલ્વા અને ઉપ-રાષ્ટ્રપતિની ઉમેદવારી રદ કરવાની માગણી પણ કરી છે. ચૂંટણી પરિણામો અનુસાર લૂલાને ૬.૪ કરોડથી વધુ મત મળ્યા હતા, જ્યારે ફ્લાવિયો ૬ કરોડથી પણ ઓછા મત મેળવી શક્યા હતા. ૪૦ લાખ મતોના જંગી અંતર છતાં પરિણામો પલટાવવા માટે બોલ્સોનારો કેમ્પે પુરાવા રજૂ કરવા પડશે.

Flavio Bolsonaro Flees To US – ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગ કેસોમાં તપાસનો સામનો કરી રહ્યો છે પરિવાર

નોંધનીય છે કે બોલ્સોનારો પરિવાર પહેલેથી જ ગંભીર કાનૂની સંકટોમાં ઘેરાયેલો છે. પૂર્વ રાષ્ટ્રપતિ ઝાયર બોલ્સોનારો ૨૦૨૨ની ચૂંટણી હાર્યા બાદ તખ્તાપલટના પ્રયાસ બદલ ૨૭ વર્ષની જેલની સજા ભોગવી રહ્યા છે અને હાલ નજરકેદ હેઠળ છે. બીજી તરફ, ફ્લાવિયો બોલ્સોનારો સામે પણ ભ્રષ્ટાચાર, મની લોન્ડરિંગ અને કરચોરીના ગંભીર કેસોમાં તપાસ ચાલી રહી છે. કાનૂની સંકજો કસાય તે પહેલાં જ તેમના અમેરિકા પ્રસ્થાનને પગલે બ્રાઝિલિયન એજન્સીઓ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે કાયદેસરની કાર્યવાહીની તૈયારી કરી રહી છે.

👉 આ સમાચાર વાચો:
Kartik Aaryan In Operation Sindoor ‘ઓપરેશન સિંદૂર’માં કાર્તિક આર્યનની એન્ટ્રી? ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રી સાથે લીડ રોલ માટે હાથ મિલાવ્યા

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More