Site icon

અરવિંદ કેજરીવાલના ‘સિંગાપુર વેરિયન્ટ’ના ટ્વીટ બાદ હવે સિંગાપુરે તેના પર ખોટી માહિતીવિરોધી કાયદો લાગુ કર્યો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૦ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

ગુરુવાર

કોરોનાના કપરા કાળ વચ્ચે ગઈકાલે દિલ્હીમાં નવો વિવાદ જાગ્યો હતો, તેમાં હવે નવો વળાંક આવ્યો છે. સિંગાપુર સરકારે અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ ઍન્ટી મિસઇન્ફોર્મેશન કાયદો એટલે કે પ્રોટેક્શન ફ્રોમ ઑનલાઇન ફૉલ્સહુડ ઍન્ડ મૈનિપુલેશન (POFMA) કાયદો લાગુ કરી દીધો છે. જોકેઆ દિલ્હીના મુખ્ય પ્રધાન અથવા ભારતીય સોશિયલ મીડિયા પર નિર્દેશિત નથી, પરંતુ તેનો હેતુ સિંગાપુરના લોકોને ખોટી માહિતીથી બચાવવાનો છે.

આ કાયદા અંતર્ગત સોશિયલ મીડિયા જાયન્ટ્સએ "સિંગાપોરના બધા અંતિમ વપરાશકર્તાઓને સુધારણાની સૂચના" આપવી પડશે જેઍપ્લિકેશનનો ઉપયોગ કરે છે કે "કોવિડનો કોઈ નવો 'સિંગાપુર' વેરિયન્ટ નથી. બાળકો માટે અત્યંત જોખમી હોય એવો કોવિડ-૧૯નો કોઈ વેરિયન્ટ હોય તેવા પણ પુરાવા નથી." સુધારણાની સૂચના "કેસનું તથ્ય" દર્શાવે છે કે "ત્યાં કોઈ ખોટું નિવેદન ઍનલાઇન ફરતું કરે છે."

ઉલ્લખનીય છે કે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે એક ટ્વીટમાં કોરોનાના સિંગાપુર વેરિયન્ટવિશે ટિપ્પણી કરી હતી, એ બાદ સિંગાપુર સરકારે આ વિશે આપત્તિ જતાવી હતી અને સંપૂર્ણ વિવાદ થયો હતો. ત્યાર બાદ ભારત સરકારે પણ આ વિશે સ્પષ્ટતા કરી હતી અને એનાથી સિંગાપુર સરકાર સંતુષ્ટ છે.

Nepal: નેપાળમાં ફરી શરૂ થયો ‘જનરેશન Z’ નો વિરોધ, અનેક શહેરોમાં કર્ફ્યુ લાગુ
Donald Trump: ટ્રમ્પનો ધડાકો: ‘મારા 350% ટેરિફના ડરથી ભારત-પાકએ યુદ્ધવિરામ કર્યો!’ પૂર્વ US પ્રમુખનો નવો ચોંકાવનારો દાવો
Donald Trump: ટ્રમ્પ અને મસ્ક વચ્ચેની કડવાશ દૂર? વ્હાઇટ હાઉસના ડિનર બાદ ટેસ્લાના માલિકે કેમ કહ્યું ‘Thank You’?
Khawaja Asif: લશ્કરપ્રમુખના ‘ટ્રેલર’ નિવેદનથી પાકિસ્તાનમાં હડકંપ: સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફને ડર, “ભારત ફરી હુમલો કરશે”
Exit mobile version