News Continuous Bureau | Mumbai
S Jaishankar : Nijjar murder case છેલ્લા ઘણા લાંબા સમયથી કેનેડા આંતરરાષ્ટ્રીય સ્તર પર એવી વાત ફેલાવી રહ્યું છે એ કેનેડાના ( Canada ) નાગરિક નિર્જરની હત્યામાં ભારતનું હાથ છે. જોકે ભારતે આ વાત સંદર્ભે પહેલેથી ના પાડી છે. હવે ત્રણ વ્યક્તિઓની હત્યા થયા બાદ નિર્જર હત્યા મામલે વધુ એક વાર ભારતનું નામ કેનેડા દ્વારા લેવામાં આવ્યું છે.
S Jaishankar : Nijjar murder case કેનેડાના વડાપ્રધાન ભારતની પાછળ હાથ ધોઈને પડ્યા છે.
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન, છેલ્લા ઘણા સમયથી ભારત ( India ) વિરોધી સુર ફેલાવી રહ્યા છે. તેમણે થોડા દિવસ અગાઉ ભારત વિરોધી ખાલિસ્તાની કાર્યક્રમમાં હાજરી આપી હતી. કેનેડાના સ્થાનિક રાજકારણમાં કેનેડાના વડાપ્રધાન ( justin trudeau ) એ ભારત વિરોધી એજન્ડાને સામેલ કર્યો છે. હવે તેઓ પોતે ભારત વિરુદ્ધ માં ઝેર ઓકી રહ્યા છે.
S Jaishankar : Nijjar murder case ત્રણ વ્યક્તિઓની ધરપકડ પર શું થયું.
કેનેડા એ ઘણા લાંબા સમય પહેલા દાવો કર્યો હતો કે નિર્જર હત્યાકાંડમાં ભારતનો હાથ છે. હવે ત્રણ જણની ધરપકડ કર્યા બાદ કેનેડાનું કહેવું છે કે તેમણે ભારતની લિંક શોધી કાઢી છે.
આ સમાચાર પણ વાંચો : Lok Sabha Elections: અમદાવાદ જિલ્લામાં મતદાન જાગૃતિ માટે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘રન ફોર વોટ’નો કાર્યક્રમ યોજાયો – ૨૫૦૦થી વધુ યુવાનો, પોલીસ જવાનો, શિક્ષકો તેમજ નાગરિકો જોડાયા
S Jaishankar : Nijjar murder case એસ જયશંકર નું શું કહેવું છે?
ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર એ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે તેઓ અખબારમાં તો ઘણું વાંચી રહ્યા છે પરંતુ અત્યાર સુધી કેનેડા દ્વારા કોઈપણ પ્રકારના સબૂત આપવામાં આવ્યા નથી. આમ કેનેડા પ્રચાર તો ભરપૂર કરી રહી છે પરંતુ ભારતને કોઈ પણ સબૂત આપવામાં અસમર્થ છે.