Site icon

લો બોલો. અબજો ડોલરનું બજેટ રજૂ કરનારા આ દેશના પૂર્વ નાણાપ્રધાનને હવે ઘર ચલાવવાના ફાંફા, ટેક્સી ડ્રાઈવર તરીકે નોકરી કરીને ચલાવી રહ્યા છે ગુજરાન.. જાણો વિગતે 

 News Continuous Bureau | Mumbai

અફઘાનિસ્તાનમાં તાલિબાનોના કબજા બાદ દેશ છોડીને ચાલ્યા ગયેલા પૂર્વ મંત્રી ખાલિદ પાયેન્દા હવે અમેરિકામાં ટેક્સી ડ્રાઈવર બની ગયા છે.  આ સાથે તેઓ જ્યોર્જટાઉન યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે પણ કામ કરી રહ્યા છે. પોતાનું ગુજરાન ચલાવવા અને પરિવારનું ભરણપોષણ કરવા માટે તેણે આ કામ પસંદ કર્યું છે. 

Join Our WhatsApp Community

એક સમય એવો હતો જ્યારે તેની પાસે યુએસ સમર્થિત ૬ બિલિયન ડોલર બજેટ હતું. પરંતુ આજે ન તો તેમના પગ નીચે પોતાની જમીન છે અને ન તો પૈસા છે, રાહત માત્ર એટલી જ છે કે તે તેના પરિવાર સાથે રહી શકે છે.જ્યારે તે કાબુલથી વોશિંગ્ટન આવ્યો ત્યારે તેણે ઘણી બધી બાબતોમાં એડજસ્ટ થવું પડ્યું. પરંતુ આ સિવાય તેની પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. તેણે કહ્યું કે અત્યારે મારી પાસે કોઈ જગ્યા નથી, ખાલીપણાની લાગણી છે પરંતુ ખુશી છે કે હું મારા પરિવાર સાથે છું. 

આ સમાચાર પણ વાંચો : હાઉસિંગ સોસાયટીને હવે આ માથાકૂટ થી મળશે છુટકારો, મહારાષ્ટ્ર સરકારે આપી રાહત… જાણો વિગતે

તાલિબાને અફઘાનિસ્તાન પર કબજાે જમાવ્યો તેના એક અઠવાડિયા પહેલા ખાલિદે રાજીનામું આપ્યું હતું. તે સમયે અફઘાનિસ્તાનના તત્કાલિન રાષ્ટ્રપતિ અશરફ ગની સાથે તેના સંબંધો બગડી ગયા હતા. પેયન્દાએ જણાવ્યુ હતુ કે તેણે આ અઠવાડિયાની શરૂઆતમાં એક રાત્રે છ કલાકના કામ માટે ૧૫૦ ડોલરથી થોડી વધુની કમાણી કરી હતી.

અફઘાનિસ્તાનની સ્થિતિ પર, પાયેન્દાએ કહ્યું કે તે નિષ્ફળતાનો એક ભાગ છે. અફઘાનોની વેદના જોઈને લાગે છે કે આના માટે સરકાર જ જવાબદાર છે. તેમણે કહ્યું કે અમેરિકાએ તેમના દેશને યોગ્ય મદદ કરી નથી. એક સમય એવો હતો જ્યારે ૯/૧૧ પછી અફઘાનિસ્તાન અમેરિકાની નીતિનું કેન્દ્રબિંદુ હતું, પરંતુ પછીના સમયગાળામાં અમેરિકાએ તેની ભૂમિકા સાથે ન્યાય ન કર્યો.

Iran-US Peace Talks: ઈરાન-અમેરિકા શાંતિ વાર્તા: જેડી વેન્સ ઇસ્લામાબાદ રવાના! શું ઈરાન પાકિસ્તાન સાથે મૈત્રી નિભાવી અમેરિકા સાથે સમાધાન કરશે?
Israel Lebanon Conflict:ઈઝરાયેલના લેબનોન પર ભીષણ હુમલા: તોપો દ્વારા મિસાઈલોનો મારો, શું લોહિયાળ જંગ વચ્ચે સીઝફાયરની વાર્તા દબાઈ જશે?
Donald Trump Family Conflict:એપસ્ટાઈન ફાઈલ્સનો જિન્ની બહાર આવ્યો! મેલાનિયા ટ્રમ્પના એક નિર્ણયે ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલીઓ વધારી, પરિવારમાં ભારે તણાવ
Strategic Masterstroke: ભારત-ઈરાન મૈત્રીનો નવો ‘સુવર્ણ સેતુ’! ઈરાનની એક ચાલે ચીન અને પાકિસ્તાનના તમામ પ્લાન પર ફેરવ્યું પાણી.
Exit mobile version