ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
31 ઓગસ્ટ 2020
પાકિસ્તાન ના આર્મી ઓફિસરો અને નેતાઓના ભ્રષ્ટાચાર સામે આવતાં જ રહે છે. તેમાં વધુ એક નામ ઉજાગર થયું છે. પાકિસ્તાનમાં બાજવા પરિવારના વ્યવસાય સામ્રાજ્યનીની વૃદ્ધિ અમાપ વધી છે. 2002 માં અસીમ બાજવાના નાના ભાઈઓએ પ્રથમ પીત્ઝા રેસ્ટોરન્ટ ખોલ્યું હતું. તે વર્ષે બાજવા જનરલ પરવેઝ મુશર્રફના રાજમાં લેફ્ટનન્ટ કર્નલ તરીકે કામ કરી ચૂક્યાં છે.
એકબાજુ અસીમ બાજવા અને તેમનો સરકારી વિભાગ પાકિસ્તાનીઓને, અવિકસિત દેશમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે અને બાજવાએ સ્વયં અમેરિકા સહિતના ચાર વિકસિત દેશોમાં પોતાની કંપનીઓ સ્થાપવા માટે અંદાજે 52.2 મિલિયનનું રોકાણ અને યુનાઇટેડ સ્ટેટ્સમાં મિલકતો ખરીદવા માટે 14.5 મિલિયન ડોલર ખર્ચ કર્યા છે.
જોકે ચીન સાથે મળીને કઈ રીતે પાકિસ્તાનની સેનાના એક ભૂતપૂર્વ જનરલે અઢળક સંપતિ ઊભી કરી તેના ખુલાસા એ પાકિસ્તાની રાજકારણમાં હડકંપ મચાવ્યો છે. અસીમ બાજવા પાકિસ્તાની સેનામાંથી નિવૃત્ત થયા બાદ ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર ના ચેરમેન નિમાયા હતા. ત્યારબાદ અસીમ બાજવા અને તેના પરિવારે દુનિયાભરમાં 99 કંપનીઓ અને 133 રેસ્ટોરન્ટ ઉભી કરી દીધી છે. જે પાકિસ્તાનમાં બ્રષ્ટાચારની ઉચ્ચતમ સીમા દર્શાવે છે..
પાકિસ્તાની સેનાના પ્રવક્તા રહી ચૂકેલા બાજવા એ થોડા જ વર્ષોમાં ખરબોની સંપત્તિ ભેગી કરી હોવાનું બહાર આવ્યું છે.. ગણતરીના વર્ષો અગાઉ જનરલ અસીમ બાજવા જ્યારે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના વિશે સલાહકાર બન્યા હતા. ત્યારે, તેમની પોતાની, પત્નીની કે પરિવારના કોઈ સભ્યોના નામે પાકિસ્તાનની બહાર સંપત્તિ નહોતી. નોંધપાત્ર વાત એ છે કે જનરલ બાજવા સેનામાં જોડાતા પહેલા ખુદ એક પીઝા કંપનીના ડીલીવરી બોય હતા. આજે તેમની પાકિસ્તાનમાં પીઝા કંપનીની ચેઈન હોવાનું બહાર આવ્યું છે..
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ..
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com