News Continuous Bureau | Mumbai
જાહોજહાલી અને પ્રસિદ્ધીને જાળવી રાખવામાં બહુ ઓછો લોકો સફળ થાય છે. અસદ રઉફને(Asad Rauf) પાકિસ્તાનના(Pakistan) શ્રેષ્ઠ અમ્પાયરોમાંથી(Umpire) એક ગણવામાં આવે છે. અસદ રઉફે તેની 13 વર્ષની કારકિર્દીમાં(career) 49 ટેસ્ટ(Test match), 98 વનડે(Oneday) અને 23 T-20 ઈન્ટરનેશનલ મેચોમાં(International matches) અમ્પાયરિંગ(Umpiring) કર્યું છે. જોકે હવે અસદ રઉફનું જીવન ઘણું બદલાઈ ગયું છે અને તે લાહોરના(Lahore) એક માર્કેટમાં દુકાન(Shop) ચલાવે છે, જેમાં તે કપડાં અને ચપ્પલો વેચે છે. તેને હવે ક્રિકેટની રમતમાં પણ રસ રહ્યો નથી.
મોડલ દ્વારા જાતીય સતામણી અને IPL મેચ ફિક્સિંગના(Match fixing) આરોપ બાદ BCCI દ્વારા તેના પર પાંચ વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો
અસદ રઉફે એક પાકિસ્તાની ચેનલને(Pakistani channel) આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, 2013 બાદ ક્રિકેટને(Cricket) તેણે બિલકુલ છોડી દીધું છે, કારણ કે એક વખત તે જે કામ છોડી દે છે તે છોડી જ દે છે. તેણે એક નાનો સેટઅપ રાખ્યો છે. જ્યાં સુધી જીવ છે ત્યાં સુધી કામ કરવાનું તેના લોહીમાં છે. 66 વર્ષનો હોવા છતાં તે તેના પગ પર ઊભો છું. લોકોએ કામ કરતા રહેવું જોઈએ એવી સલાહ પણ તેને લોકોને આપી છે.
આ સમાચાર પણ વાંચો : લો- પાકિસ્તાનના આ રાજ્યમાં બળાત્કાર ડામવા માટે ઈમરજન્સી લાગુ કરવામાં આવી- જાણો વિગત
2016માં BCCI દ્વારા અસદ રઉફ પર પાંચ વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. ત્યારબાદ શિસ્ત સમિતિએ(Disciplinary Committee) તેને ભ્રષ્ટાચારમાં(corruption) સંડોવાયેલા હોવા બદલ દોષી ઠેરવ્યા હતા. રઉફે બુકીઓ પાસેથી કિંમતી ભેટો(Precious gifts) સ્વીકારી હતી અને 2013 IPL દરમિયાન મેચ ફિક્સિંગ કૌભાંડમાં તેની ભૂમિકા પણ સામે આવી હતી.
BCCIના પ્રતિબંધ અંગે રઉફે પાકિસ્તાની ચેનલને કહ્યું હતું કે, 'મેં IPLમાં મારો શ્રેષ્ઠ સમય પસાર કર્યો છે, આ મુદ્દાઓ સિવાય જે પાછળથી આવ્યા હતા. મારે તેની સાથે કોઈ લેવાદેવા નથી, તે BCCI તરફથી આવ્યો હતો અને તેમણે નિર્ણયો લીધા હતા.
રઉફ 2012માં મુંબઈની એક મોડલ દ્વારા લગાવવામાં આવેલા જાતીય સતામણીના આરોપોને કારણે પણ ચર્ચામાં હતો. મોડેલે દાવો કર્યો હતો કે પાકિસ્તાની અમ્પાયર સાથે તેનું અફેર હતું. તેણે લગ્ન કરવાનું વચન આપ્યું હતું. પરંતુ પાછળથી રઉફે વચન પાળ્યું નથી.
