News Continuous Bureau | Mumbai
Donald Trump: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને બ્રિટિશ કોર્ટ ( British Court ) તરફથી મોટો ઝટકો લાગ્યો છે. લંડનની કોર્ટે ટ્રમ્પ દ્વારા દાખલ કરવામાં આવેલા બહુચર્ચિત મુકદ્દમાને ફગાવી દીધો છે. કોર્ટે કહ્યું છે કે આ કેસ ચલાવવાનું કોઈ કારણ નથી. કોર્ટના આ આદેશથી ટ્રમ્પ હતાશ થઈ ગયા છે. દરમિયાન, અમેરિકન કોર્ટમાં ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ ઘણા કેસ ચાલી રહ્યા છે, જેના કારણે નવેમ્બર 2024 માં અમેરિકામાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ( presidential election ) તેમની ઉમેદવારી પર હવે શંકાના વાદળો ઘેરાઈ રહ્યા છે.
નોંધનીય છે કે લંડનમાં એક ન્યાયાધીશે ગુરુવારે ભૂતપૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા દાખલ કરાયેલા કેસને ( Case Rejected ) ફગાવી દીધો હતો, જેમાં એક પૂર્વ બ્રિટિશ જાસૂસ ( British spy ) પર ચોંકાવનારો અને નિંદનીય દાવો કરવાનો આરોપ લગાવ્યો હતો. ટ્રમ્પે અરજીમાં કહ્યું હતું કે, પૂર્વ જાસૂસના તમામ દાવાઓ ખોટા હતા અને આનાથી તેમની પ્રતિષ્ઠા ધૂમિલ થઈ હતી.
Donald Trump lost his London lawsuit against an ex-British spy after a court dismissed his claim linked to the notorious dossier about alleged ties between the Kremlin and the former U.S. president’s successful run to the White House.https://t.co/wUlELWpDNA
— Stars and Stripes (@starsandstripes) February 1, 2024
તેમ જ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે ટ્રમ્પ પાસે વળતર અથવા નુકસાની થયાનો દાવો કરવા માટે કોઈ વાજબી આધાર નથી અને તેથી આ મામલામાં ન્યાયાધીશ કેરેન સ્ટેને કહ્યું હતું કે, ટ્રમ્પે જે ‘ઓર્બિસ બિઝનેસ ઇન્ટેલિજન્સ’ કંપની વિરુદ્ધ જે કેસ દાખલ કર્યો છે, તેના પર સુનાવણી ન થવી જોઈએ.
આ સમાચાર પણ વાંચો : Hardeep Singh Nijjar: કેનેડામાં વધુ એક આતંકવાદી પર થયો હુમલો! ખાલિસ્તાનની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરના સહયોગીના ઘર પર થઈ રાઉન્ડ ફાયરીંગ.
ટ્રમ્પે જે ‘ઓર્બિસ બિઝનેસ ઇન્ટેલિજન્સ’ ( Orbis Business Intelligence ) કંપની વિરુદ્ધ કેસ કર્યો હતો..
પૂર્વ જાસૂસના જુઠા દાવાઓથી તેમની પ્રતિષ્ઠાને ધૂમિલ થવાના આરોપ લગાવતા પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિએ આરોપી કંપની પાસેથી વળતરની માંગ કરી હતી. ટ્રમ્પે જે ‘ઓર્બિસ બિઝનેસ ઇન્ટેલિજન્સ’ કંપની વિરુદ્ધ કેસ કર્યો હતો. તેની સ્થાપના ક્રિસ્ટોફર સ્ટીલે કરી હતી, જેમણે 2016 માં એક ડોઝિયર બનાવ્યું હતું. જેમાં કથિત રીતે ખોટા દાવાઓ અને બિનસત્તાવાર આરોપો હતા. જેનાથી ટ્રમ્પના સત્તા સંભાળવાના બરાબર પહેલા જ રાજનીતિક તોફાન ઉત્પન્ન થઈ ગયું હતું. ભૂતપૂર્વ પ્રમુખે બ્રિટિશ ડેટા સંરક્ષણ કાયદાના કથિત ઉલ્લંઘન બદલ કંપની પાસેથી નુકસાની માંગી હતી. તો કંપનીએ કોર્ટને આ કેસને રદ કરવાની વિનંતી કરી હતી.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)