બે વખતના યુએસ સંરક્ષણ સચિવ ડોનાલ્ડ રમ્સફેલ્ડનું 88 વર્ષની વયે અવસાન થયું છે.
તેમણે ન્યૂ મેક્સિકોના તાઓસ શહેરમાં સગા સંબંધીઓ વચ્ચે અંતિમ શ્વાસ લીધા હતા.
ઇરાક અને અફઘાનિસ્તાનના યુદ્ધો માટે ડોનાલ્ડ રમ્સફેલ્ડ જાણીતા હતા.
તેમણે 1975 થી 1977 દરમિયાન જેરાલ્ડ ફોર્ડની હેઠળ અને જાન્યુઆરી 2001 થી ડિસેમ્બર 2006 સુધીના જ્યોર્જ ડબલ્યુ. બુશની હેઠળ સંરક્ષણ સચિવ તરીકે ફરજ બજાવી હતી.
