News Continuous Bureau | Mumbai
રશિયન ગેસ જાયન્ટ ગેઝપ્રોમ પીજેએસસીના સ્ત્રોત અનુસાર, ચાર યુરોપિયન ગેસ ખરીદદારોએ રુબલમાં સપ્લાય માટે ચૂકવણી કરી દીધી છે. સૂત્રએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું "અન્ય ખરીદદારોએ ક્રેમલિનની શરતોને નકારી હોવા છતાં, કેટલાક દેશો પુતિન સામે ઝૂકી રહ્યા છે," બુધવારે, રશિયાએ પોલેન્ડ અને બલ્ગેરિયાને ગેસ સપ્લાય બંધ કરી દીધી. "દસ યુરોપીયન કંપનીઓએ પહેલેથી જ ગેઝપ્રોમ્બેન્ક સાથે એકાઉન્ટ્સ ખોલ્યા છે, જે રશિયાની ચુકવણીની માંગને પહોંચી વળવા જરૂરી છે". રશિયા યુરોપના ૨૩ દેશોને પાઇપલાઇન દ્વારા ગેસ સપ્લાય કરે છે. પુતિને કહ્યું કે રશિયન ગેસના ખરીદદારોએ રશિયન બેંકોમાં રૂબલ ખાતા ખોલવા જોઈએ. ૧ એપ્રિલથી સપ્લાય કરવામાં આવેલ ગેસની ચૂકવણી આ ખાતાઓ દ્વારા કરવામાં આવી રહી છે. જો રૂબલ ખાતામાંથી ચૂકવણી કરવામાં નહીં આવે, તો રશિયા ખરીદદારોને ડિફોલ્ટર તરીકે ગણશે અને તેઓએ પરિણામ ભોગવવું પડશે. રશિયન ગેસની નિકાસ પુતિનનું સૌથી મોટું હથિયાર માનવામાં આવે છે. હાલ પુતિન ગેસ સપ્લાયનો હથિયાર તરીકે ઉપયોગ કરીને રશિયા પરના આર્થિક પ્રતિબંધોને ઘટાડવા માંગે છે. હકીકતમાં, મોટાભાગના યુરોપિયન દેશોએ રૂબલમાં ચૂકવણી કરવાની માંગને નકારી કાઢી છે. રશિયન ગેસના સૌથી મોટા ગ્રાહક જર્મનીએ પુતિનની માંગને બ્લેકમેલિંગ ગણાવી છે. યુરોપ પહેલેથી જ કુદરતી ગેસના વધતા ભાવોથી પીડાઈ રહ્યું છે. આવી સ્થિતિમાં જો રશિયા ગેસ સપ્લાય બંધ કરે છે તો યુરોપિયન દેશોમાં ભૂખમરો થઈ શકે છે. એટલું જ નહીં ગેસના અભાવે કરોડો લોકોને કડકડતી ઠંડીનો સામનો કરવો પડી શકે છે.
આ સમાચાર પણ વાંચો : ચીને ફૂંફાડો માર્યો. કહ્યું પાકીસ્તાનમાં ચીની નાગરિકોના મોતની કિંમત ચુકવવી પડશે.