ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 3 ડિસેમ્બર 2021
શુક્રવાર.
જર્મનીના મ્યૂનિચ શહેરમાં બીજા વિશ્વયુદ્ધ સમયનો એક બોંબ અચાનક ફાટતા અફરાતફરી મચી ગઇ હતી. ૩ લોકો ઘાયલ થયા જેમાંથી એકની હાલત ગંભીર માનવામાં આવે છે. આ વિસ્ફોટ એક કન્સ્ટ્રકશન સાઇટ પર થયો હતો. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર મુખ્ય સ્ટેશન પાસે એક પૂલની સાવ અડીને ડ્રિલિંગ કામ ચાલતું હતું ત્યારે આ ઘટના બની હતી.વિસ્ફોટના કારણે મ્યૂનિચના મોટા ભાગમાં રેલવે આવન જાવન સિસ્ટમ પર અસર થઇ હતી. સુરક્ષાના ભાગરુપે રેલવે સેવા રોકવાની ફરજ પડી હતી.જર્મનીમાં બીજા વિશ્વયુદ્વ દરમિયાનના બોંબ ઘણી વાર વિસ્ફોટ થયા છે. સ્થાનિક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે બોંબ ફાટવાનો અવાજ એટલો શકિતશાળી હતો કે આસપાસ ધૂમાડાના ગોટા જાેઇ શકાતા હતા. ૨૦૧૦માં બોંબ ફાટવાથી ૩ લોકોના મોત થયા હતા. ગત વર્ષ ૨૦૨૦માં -જુદા જુદા સ્થળેથી મળી આવેલા ૭ બાંબ નિષ્ક્રિય કરવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૧૭માં ફેન્કફર્ટમાં ૧.૪ ટનની વિસ્ફોટ ક્ષમતા ધરવાતો બોંબ મળી આવતા ૬૫ હજાર લોકોને સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી હતી. આ બોંબને નિયંત્રિત વાતાવરણમાં સુરક્ષિત રીતે વિસ્ફોટ કરવાની ફરજ પડી હતી. બીજા વિશ્વયુદ્ધમાં હિટલરની આગેવાનીમાં જર્મનીએ ભાગ લીધો હતો. તેના પર વિરોધી દેશોએ વિમાનોમાંથી બોંબ ફેંકયા હતા. આ ઉપરાંત જર્મની પાસે પણ બોંબનો ખજાનો હતો. આ નહી ફૂટેલા અને વેર વિખેર થયેલા બોંબ હજુ પણ મળી આવે છે. તેના આધારે વિશ્વયુધ્ધની ભયાનકતાનો અંદાજ મળે છે. જર્મની ઉપરાંત એશિયન દેશ વિયેતનામ અને તાઇવાન પણ જીવતા બોંબ મળી આવવાની સમસ્યા ધરાવે છે. દક્ષિણ અને ઉત્તર વિયેતનામ વચ્ચે વર્ગ વિગ્રહ ફાટી નિકળ્યો ત્યારે અમેરિકાએ લાંબા સમય સુધી યુદ્વમાં ઝંપલાવીને નેપામ બોંબનો મારો ચલાવ્યો હતો. આ વણ ફૂટેલા બોંબ આજે પણ સમસ્યા બની ગયા છે.
કોરોનાના નવા વેરિયન્ટનો ભય, મુંબઈ પાલિકા વિદેશથી આવતા પ્રવાસીઓ પર ખાસ નજર રાખશે; જાણો વિગતે