ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 02 ડિસેમ્બર 2021
ગુરુવાર
ભારતે એરફોર્સને વધુ આધુનિક બનાવવા માટે ૫૧ મિરાજ-૨૦૦૦ના આધુનિકરણના કરાર હેઠળ બે મિરાજ-૨૦૦૦ ગ્વાલિયર હવાઈ મથકે ગોઠવાયા છે. બાકીના મિરાજ પણ ટૂંક સમયમાં ભારતને મળી જશે. વધુમાં ભારતે જમીન પરથી હવામાં પ્રહાર કરવા સક્ષમ શક્તિશાળી એસ-૪૦૦ મિસાઈલ પણ લદ્દાખમાં તૈનાત કરવાનું નક્કી કર્યું છે. રક્ષા મંત્રાલયે હવાઈ દળના માટે ઈસરોએ બનાવેલો જીએસએટી-૭સી કોમ્યુનિકેશન ઉપગ્રહ મેળવવાની જાહરાત કરી છે. આ ર્નિણયને કારણે ભારતીય હવાઈ દળ અને સૈન્યને એક સુરક્ષિત નેટવર્ક સાથે સાંકળી શકાશે. એક અહેવાલ મુજબ પીપલ્સ લિબરેશન આર્મીએ લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી)ને એકપક્ષીય રીતે બદલવાનો પ્રયાસ કર્યો તેના એક વર્ષ પહેલાં, ચીની સત્તાવાળાઓ તેમના પ્રાદેશિક દાવાઓને મજબૂત કરવા માટે સરહદે ગામો વિકસાવ્યા હતા. સંભવતઃ બીજી ડિસેમ્બરે રજૂ થઈ રહેલી એક હેન્ડબૂક 'ડી કોડિંગ ચાઈનિઝ કોમ્યુનિસ્ટ પાર્ટી'માં કેટલાક તિબેટીયન સંશોધકોએ આ દાવો કર્યો છે.ચીને લદ્દાખ સેક્ટરમાં વાસ્તવિક અંકુશ રેખા (એલએસી) પર ગયા વર્ષે ઘર્ષણ શરૂ થયાના એક વર્ષ પહેલાંથી ચીની તંત્રે ભારતની સરહદો પચાવી પાડવાના આશયથી સરહદો પર ગામડાં બનાવવાનું શરૂ કરી દીધું હતું. ચીનના આવા કાવતરાંઓ પર નજર રાખવા માટે ભારતે હવે લેહ-લદ્દાખની સરહદો પર ઈઝરાયેલ પાસેથી તાત્કાલિક ખરીદેલા ચાર હેરોન ડ્રોન તૈનાત કર્યા છે. આ ડ્રોન કેમેરા, સેન્સર્સ અને રડારથી સજ્જ છે. હવે આ ડ્રોનની મદદથી ભારતીય સૈન્ય, ઈન્ટેલિજન્સને ચીનની દરેક ગતિવિધિઓની માહિતી મળશે. પૂર્વીય લદ્દાખમાં અંકુશ રેખા પર ચીનના કાવતરાંઓ પર નજર રાખવા માટે ભારતીય સૈન્યે તેની ક્ષમતાઓ વધારવા ઈઝરાયેલ પાસેથી ચાર હેરોન ડ્રોન ખરીદ્યા છે. તેમને લદ્દાખ સેક્ટરમાં તૈનાત કરાયા છે. એલએસી પર ચીનના વિસ્તારવાદી પ્રયાસો પછી ભારતે એપ્રિલ ૨૦૨૦ પછી તેના સૈનિકોની તૈનાતી વધારી દીધી છે.
સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ ચીની ગતિવિધિઓ પર નજર રાખવા માટે લદ્દાખમાં એલએસી પર તૈનાત કરાયેલા ચાર ડ્રોન વર્તમાન સમયના સૌથી વધુ એડવાન્સ છે. આ ડ્રોનની એન્ટી જામિંગ ક્ષમતા તેની પાછળની આવૃત્તિઓ કરતાં ઘણી સારી છે. સૂત્રોના જણાવ્યા મુજબ વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં સરકારે સંરક્ષણ દળોને અપાયેલા ઈમર્જન્સી નાણાકીય પાવર હેઠળ આ ડ્રોન ખરીદવામાં આવ્યા છે. વધુમાં ભારતીય સૈન્ય ટૂંક સમયમાં અમેરિકા પાસેથી રૂ. ૨૧,૦૦૦ કરોડના ખર્ચે ૩૦ પ્રીડેટર ડ્રોન ખરીદશે, જેથી દેશની માનવરહિત નિરીક્ષણ અને હુમલાની ક્ષમતા વધી જશે. સરહદ પર ચીનના વિસ્તારવાદી આક્રમણનો મક્કમતાથી સામનો કરવા માટે ભારતે લદ્દાખથી અરૂણાચલ પ્રદેશ સુધીની સરહદો પર નવા ફાઈટર વિમાનોના કાફલાનો સમાવેશ કરીને હવાઈ તાકાત વધારી છે. ભારતીય હવાઈ દળે ફ્રાન્સ પાસેથી ખરીદેલા તમામ ૩૬ અત્યાધુનિક રફાલ વિમાનો ચીન સરહદે ગોઠવવાનો ર્નિણય કર્યો છે. ભારતને હવે દસોલ્ટ પાસેથી છ રફાલ મળવાના બાકી છે, જે આગામી વર્ષની શરૂઆતમાં હવાઈદળમાં જાેડાઈ જશે. બાકી રહેલા છ રફાલ બહુ ઉદેશીય જેટ વધુ આધુનિક હશે જેમાં લાંબા અંતરની હવામાંથી હવામાં માર કરનારી મિઝાઈલ, જામર્સ અને આધુનિક કોમ્યુનિકેશન્સ સહિત દેશની જરૂરીયાત મુજબના ઉપકરણો ઉમેરાયા હશે. વધુમાં ભારતને ડિલિવર કરાયેલા ૩૦ રફાલમાં પણ આગામી વર્ષે અત્યાધુનિક સુધારા કરાશે, જેના પરિણામે રફાલ વિશ્વ કક્ષાની ફાઈટર ટુકડી બનશે.