Site icon

શપથગ્રહણ સમયે ઈશ્વરનું નામ ન લેવા બદલ આ દેશના વડા પ્રધાન વિરુદ્ધ દેશની સુપ્રીમ કોર્ટમાં ચાર અરજી દાખલ થઈ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૮ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

મંગળવાર

નેપાળમાં થોડાક સમય પહેલાં જ રાજકીય ઊથલપાથલ બાદ ફરી એકવાર કેપી શર્મા ઓલી વડા પ્રધાનપદ પર પાછા ફર્યા છે. હવે ત્યાં એક નવો વિવાદ જાગ્યો છે. નેપાળની સુપ્રીમ કોર્ટમાં સોમવારે ચાર રીટ અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં વડા પ્રધાન કેપી શર્મા ઓલીને ફરીથી શપથ લેવાની વિનંતી કરવામાં આવી છે. પિટિશનમાં કહેવામાં આવ્યું છે કે ઓલીએ શપથગ્રહણ સમારોહ દરમિયાન બોલાવાયેલા તમામ શબ્દોનું પુનરાવર્તન નહીં કરીને રાષ્ટ્રપતિના કાર્યાલયનું અપમાન કર્યું છે.

શુક્રવારે રાષ્ટ્રપતિ ભવન શીતલ નિવાસ ખાતે યોજાયેલા એક સમારોહમાં ઓલીને રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારી દ્વારા વડા પ્રધાન તરીકે પદ અને ગુપ્તતાના શપથ અપાયા હતા. શપથગ્રહણ સમારોહ દરમિયાન  ઓલીએ શપથઅને ભગવાનના નામેજેવા શબ્દો છોડી દીધા હતા. રાષ્ટ્રપતિ ભંડારીએ 'ભગવાન, દેશ અને લોકો' નો ઉલ્લેખ કર્યો ત્યારે ત્રીજી વખત નેપાળના વડા પ્રધાન બનનારા ઓલીએ કહ્યું હું દેશ અને લોકોના નામે શપથ લઈશ.

ઉલ્લેખનીય છે કે સ્થાનિક અખબારના અહેવાલ મુજબ ચારેય રીટ અરજદારો દ્વારા વિનંતી કરવામાં આવી છે કે શુક્રવારે લેવાયેલા શપથ ગેરકાયદે હોવાથી ઓલી ફરી એકવાર પદ અને ગુપ્તતાના શપથ લે.

Chabahar Port: ચાબહાર પર અમેરિકાના નિર્ણયથી ભારતને મોટું નુકસાન, આ યોજનાઓ પર લાગશે બ્રેક.
Pakistan: શું પાકિસ્તાન પોતાની પરમાણુ શક્તિ સાઉદી અરબને આપશે? સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે કહી આવી વાત
Donald Trump: H-1B વિઝા માટે ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો નિર્ણય, અરજી ફી માં કર્યો અધધ આટલો વધારો
Donald Trump Statement: ટ્રમ્પના ‘બગ્રામ એરબેસ’ પ્લાનથી વધ્યો તણાવ, ચીન અને તાલિબાને આપી આવી પ્રતિક્રિયા
Exit mobile version