207
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 ડિસેમ્બર 2021
બુધવાર.
ફ્રાંસની ઈમૈનુએલ મૈક્રોં સરકારે ઈસ્લામિક કટ્ટરપંથ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતા એક વિવાદિત મસ્જિદને તાળા મારી દીધા છે.
આ મસ્જિદના ઈમામ પર ધર્મોપદેશના નામે ખ્રિસ્તિ, સમલૈંગિક લોકો અને યહુદીઓ પ્રત્યે નફરત ફેલાવવાનો અને જેહાદનું સમર્થન કરવાનો આરોપ છે.
સરકારનું કહેવું છે કે ઉત્તરી ફ્રાન્સના બ્યૂવેસની મસ્જિદના ઈમામની ઉપદેશ આપવાની કટ્ટરપંથી પ્રવૃત્તિના કારણે મસ્જિદને બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.
પેરિસથી લગભગ 100 કિમી દૂર 50,000ની જનસંખ્યાવાળા બ્યૂવેસ કસ્બામાં બનેલી આ મસ્જિદ આગામી 6 મહિના માટે બંધ રહેશે.
ઉલ્લેખનીય છે કે મસ્જિદમાં આશરે 400 લોકો ઈમામના અનુયાયી છે.
You Might Be Interested In