News Continuous Bureau | Mumbai
બિન-મૈત્રીપૂર્ણ દેશોને ગેસ નિકાસ માટે માત્ર રૂબેલમાં ચૂકવણીની માંગ કરનાર રશિયન પ્રમુખ પુતિનને જર્મની અને ફ્રાંસે ઝટકો આપ્યો છે.
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની માંગને ફગાવી દીધી છે.
મેક્રોને બ્રસેલ્સમાં EU સમિટ પછી પત્રકારોને કહ્યું હતું કે, મને નથી લાગતું કે આ માંગણી સ્વીકાર્ય છે.
ફ્રાંસના નિવેદન પૂર્વે રશિયા પાસેથી ગેસ ખરીદનાર ટોચના ગ્રાહક જર્મનીએ પણ આ નિર્ણયની નિંદા કરી હતી.
ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝે શુક્રવારે કહ્યું હતું કે કોન્ટ્રાક્ટ સ્પષ્ટ છે અને તે અગાઉથી નક્કી જ છે કે ગેસ માટે કેવી રીતે ચૂકવણી કરવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે ગત થોડા દિવસ અગાઉ પુતિને કહ્યું હતું કે હવે યુરોપિયન યુનિયન અને અમેરિકાને આપણા માલસામાનના સપ્લાય માટે ડોલર, યુરોમાં ચૂકવણી કરવાનો કોઈ અર્થ નથી, અમને અમારી કરન્સીમાં જ પેમેન્ટ જોઈએ.
આ સમાચાર પણ વાંચો : યમનના હુથી બળવાખોરોએ ફરી એકવાર સાઉદી અરેબિયા આ શહેરમાં તેલના ડેપો પર હુમલો કર્યો, ફાટી નીકળી ભીષણ આગ; જાણો વિગતે