Site icon

France-Iran Conflict: ફ્રેન્ચ મિલિટરી બેઝ પર થયેલા હુમલા બાદ ઈરાન સામે યુદ્ધની આશંકા, આંતરરાષ્ટ્રીય સ્તરે રાજકીય ગરમાવો.

France-Iran Conflict: ઈરાકે ઈરાનમાં સ્થિત ફ્રાન્સના સૈન્ય મથક પર કર્યા શ્રેણીબદ્ધ ડ્રોન હુમલા: રાષ્ટ્રપતિ મેક્રોને હુમલાને ગણાવ્યો અસ્વીકાર્ય, જંગનો વ્યાપ વધવાની આશંકા.

France to Enter War Against Iran One Soldier Killed, Many Injured in Attack on French Military Base in Iraq

France to Enter War Against Iran One Soldier Killed, Many Injured in Attack on French Military Base in Iraq

News Continuous Bureau | Mumbai

France-Iran Conflict: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભીષણ સંઘર્ષમાં હવે યુરોપિયન દેશ ફ્રાન્સ પણ સીધું સંડોવાય તેવી શક્યતા પ્રબળ બની છે. અમેરિકા અને ઈઝરાયેલ સામેના જંગ વચ્ચે ઈરાને હવે ઈરાકમાં આવેલા ફ્રાન્સના મિલિટરી બેઝ પર હુમલો કર્યો છે. આ હુમલામાં ફ્રાન્સના એક સૈનિકનું મોત નીપજ્યું છે, જ્યારે અનેક સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે. અત્યાર સુધી અમેરિકા અને ઈઝરાયેલ સામે લડી રહેલા ઈરાને પહેલીવાર ફ્રાન્સના સૈન્ય મથકને નિશાન બનાવતા મિડલ ઈસ્ટમાં સ્થિતિ વધુ વણસી છે.સામે આવેલી વિગતો મુજબ, ઈરાને કુર્દિસ્તાનના ઇરબિલ (Erbil) વિસ્તારમાં સ્થિત ફ્રેન્ચ મિલિટરી બેઝ પર એક પછી એક અનેક ડ્રોન વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં 6 સૈનિકો ઘાયલ થયા હતા અને ચીફ વોરંટ ઓફિસર અર્નોડ ફ્રિઓનનું મૃત્યુ થયું છે. ઈરાન દ્વારા કરવામાં આવેલા આ આકસ્મિક હુમલા બાદ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને આકરી પ્રતિક્રિયા આપી છે, જેનાથી આશંકા સેવાઈ રહી છે કે હવે ફ્રાન્સ પણ ઈરાન પર જવાબી હુમલા શરૂ કરી શકે છે.

Join Our WhatsApp Community

રાષ્ટ્રપતિ મેક્રોનનો આકરો સંદેશ અને ચેતવણી

ફ્રેન્ચ મિલિટરી બેઝ પર થયેલા હુમલા અંગે રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને નિવેદન જારી કરતા જણાવ્યું હતું કે, આ હુમલો સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. તેમણે કહ્યું કે, ફ્રાન્સની સેના વર્ષ 2015 થી આ વિસ્તારમાં આતંકવાદ વિરુદ્ધ લડાઈ લડી રહી છે. ઈરાન આ પ્રકારના હુમલાને કોઈ પણ સંજોગોમાં યોગ્ય ઠેરવી શકે નહીં. મેક્રોને શહીદ સૈનિકના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને સ્પષ્ટ કર્યું છે કે ફ્રાન્સ પોતાના સૈનિકો અને રાષ્ટ્રીય હિતોની રક્ષા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો : US Oil Policy U-turn: ટ્રમ્પનો માસ્ટરસ્ટ્રોક કે મજબૂરી? રશિયન તેલ ખરીદવા અમેરિકા તૈયાર; સમુદ્રમાં અટવાયેલા જહાજોને મળી લીલી ઝંડી

ઈરાન-ઈઝરાયેલ જંગમાં વધતો જતો ખતરો

અત્યાર સુધી અમેરિકા અને ઈઝરાયેલ સંયુક્ત રીતે ઈરાન અને તેના સહયોગીઓના ઠેકાણાઓ પર હુમલા કરી રહ્યા હતા. વળતા પ્રહારમાં ઈરાને પણ અનેક મિસાઈલ અને ડ્રોન એટેક કર્યા છે. જોકે, ફ્રાન્સ જેવા શક્તિશાળી નાટો (NATO) દેશના સૈન્ય બેઝ પર હુમલો કરીને ઈરાને પોતાના માટે નવો ખતરો ઉભો કર્યો છે. સંરક્ષણ નિષ્ણાતો માને છે કે જો ફ્રાન્સ આ જંગમાં સીધું ઝંપલાવશે તો યુરોપના અન્ય દેશો પણ યુદ્ધમાં જોડાય તેવી શક્યતા છે, જે વિશ્વયુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ કરી શકે છે.

આતંકવાદ વિરોધી લડાઈ અને ઈરાકની સ્થિતિ

ફ્રાન્સના સૈનિકો ઈરાકમાં મુખ્યત્વે ‘દાએશ’ એટલે કે આઈએસઆઈએસ (ISIS) સામેની લડાઈમાં સ્થાનિક સેનાને મદદ કરવા માટે તૈનાત છે. ઈરાકમાં ફ્રેન્ચ સેનાની હાજરી આંતરરાષ્ટ્રીય કાયદાના માળખા હેઠળ છે. ઈરાન દ્વારા આ રીતે આતંકવાદ વિરોધી અભિયાનમાં જોડાયેલા સૈનિકો પર હુમલો કરવાથી ઈરાક સરકાર માટે પણ મુશ્કેલ સ્થિતિ સર્જાઈ છે. હવે આંતરરાષ્ટ્રીય સમુદાયની નજર ફ્રાન્સના આગામી પગલા પર છે કે શું તેઓ માત્ર રાજદ્વારી સ્તરે વિરોધ નોંધાવશે કે પછી ઈરાન પર સૈન્ય કાર્યવાહી કરશે.

Iran Threat to Donald Trump: ટ્રમ્પને ઈરાનનો પડકાર! ‘ટ્વીટિંગથી જંગ ન જીતાય, લોહી રેડવું પડશે’; અમેરિકા અને ઈરાન વચ્ચે શાબ્દિક યુદ્ધ તેજ.
US Aircraft Crash Iraq: ‘ઓપરેશન એપિક ફ્યુરી’ દરમિયાન અમેરિકાનું KC-135 વિમાન ક્રેશ, દુર્ઘટના પાછળ ઇરાન સમર્થિત જૂથનો હાથ હોવાનો દાવો
Iran Navy Strait of Hormuz: હોર્મુઝ સામુદ્રધુની પર ઈરાનનો કડક મિજાજ: ‘અમારી નૌસેના સાથે વાત કરો અને જહાજ લઈ જાઓ, પણ…’, જાણો ઈરાને દુનિયા સામે કઈ શરત મૂકી?
PM Modi Iran President Talk: યુદ્ધ અટકાવવા પીએમ મોદી મેદાને! ઈરાનના રાષ્ટ્રપતિ સાથે ફોન પર કરી ખાસ ચર્ચા; શું ભારત શાંતિ સ્થાપવામાં સફળ થશે?
Exit mobile version