Site icon News Continuous Bureau | Mumbai

US Oil Policy U-turn: ટ્રમ્પનો માસ્ટરસ્ટ્રોક કે મજબૂરી? રશિયન તેલ ખરીદવા અમેરિકા તૈયાર; સમુદ્રમાં અટવાયેલા જહાજોને મળી લીલી ઝંડી

US Oil Policy U-turn: મિડલ ઈસ્ટમાં યુદ્ધ અને વધતા ભાવ વચ્ચે અમેરિકાનો મોટો નિર્ણય: રશિયન તેલ પરના પ્રતિબંધોમાં હંગામી છૂટછાટ, વૈશ્વિક બજારને સ્થિર કરવાનો પ્રયાસ.

US Oil Policy U-turn Trump Administration Allows Purchase of Stranded Russian Oil Amid Global Energy Crisis

US Oil Policy U-turn Trump Administration Allows Purchase of Stranded Russian Oil Amid Global Energy Crisis

News Continuous Bureau | Mumbai

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને કાચા તેલની કિંમતોમાં જોવા મળી રહેલા તોતિંગ ઉછાળા વચ્ચે અમેરિકાએ એક આશ્ચર્યજનક અને મોટો નિર્ણય લીધો છે. અમેરિકાના ટ્રમ્પ પ્રશાસને રશિયન તેલ પર લદાયેલા કેટલાક પ્રતિબંધોમાં હંગામી ધોરણે ઢીલ આપવાની જાહેરાત કરી છે. અમેરિકી સરકારે તે દેશોને મર્યાદિત સમય માટે પરવાનગી આપી છે જેઓ સમુદ્રમાં ફસાયેલા રશિયન તેલને ખરીદવા માંગે છે. આ નિર્ણય એવા સમયે લેવાયો છે જ્યારે ઈરાન-ઈઝરાયેલ સંઘર્ષને કારણે ગ્લોબલ એનર્જી માર્કેટમાં અનિશ્ચિતતા વધી ગઈ છે.અમેરિકી ટ્રેઝરી વિભાગે જાહેરાત કરી છે કે તેઓ એક અસ્થાયી લાયસન્સ જારી કરી રહ્યા છે, જે અંતર્ગત કેટલાક પ્રતિબંધિત રશિયન ક્રૂડ ઓઈલ અને પેટ્રોલિયમ ઉત્પાદનોની ડિલિવરી અને વેચાણની મંજૂરી આપવામાં આવશે. આ પગલાનો મુખ્ય હેતુ આંતરરાષ્ટ્રીય બજારમાં તેલનો પુરવઠો વધારવો અને સતત વધી રહેલા ભાવોને નિયંત્રણમાં લેવાનો છે. હોર્મુઝની સામુદ્રધુનીમાં વધી રહેલા જોખમને કારણે તેલ સપ્લાય ખોરવાઈ શકે તેવી આશંકા વચ્ચે આ છૂટછાટ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

Join Our WhatsApp Channel

ભારત સહિત અનેક દેશોને મળશે મોટી રાહત

નોંધનીય છે કે આ પહેલા અમેરિકાએ ભારતને પણ રશિયન તેલ ખરીદવા માટે 30 દિવસની કામચલાઉ છૂટ આપી હતી. યુક્રેન યુદ્ધ બાદ રશિયા પર લદાયેલા કડક પ્રતિબંધોને કારણે અનેક દેશો માટે રશિયા પાસેથી તેલ ખરીદવું મુશ્કેલ બન્યું હતું. જોકે, વર્તમાન વૈશ્વિક સંજોગો અને તેલની સપ્લાય ચેઈન જાળવી રાખવા માટે ટ્રમ્પ સરકારે કેટલીક શરતો સાથે છૂટછાટ આપી છે. અમેરિકી ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે જણાવ્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વૈશ્વિક બજારમાં સ્થિરતા લાવવા માટે આ પગલાં લઈ રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : Sooraj Barjatya Daughter Reception: બરજાત્યાના આંગણે સિતારાઓની રેલમછેલ! દીકરીના રિસેપ્શનમાં સલમાન-આમિરની એન્ટ્રીએ લૂંટી લીધી લાઈમલાઈટ

ભાવ સ્થિર રાખવા માટે અમેરિકાની રણનીતિ

અમેરિકી પ્રશાસનનો દાવો છે કે આ પરવાનગી માત્ર એવા રશિયન તેલ પર લાગુ થશે જે પહેલાથી જ સમુદ્રમાં ટ્રાન્ઝિટમાં છે. આનાથી રશિયાને વધારાનો કોઈ આર્થિક લાભ નહીં મળે કારણ કે રશિયાની આવક મુખ્યત્વે તેલના ઉત્પાદન સમયે લાગતા ટેક્સ દ્વારા થતી હોય છે. તેલના ભાવને કાબૂમાં રાખવા માટે ‘ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી’ (IEA) એ પણ 40 કરોડ બેરલ તેલનો ભંડાર ખોલવાની તૈયારી બતાવી છે, જેથી બજારમાં પુરવઠો ઓછો ન પડે.

વૈશ્વિક ઉર્જા બજાર પર આ નિર્ણયની અસર

નિષ્ણાતોના મતે જો મિડલ ઈસ્ટમાં તણાવ લાંબો સમય ચાલુ રહેશે તો તેલના ભાવ 100 ડોલરને પાર કરી શકે છે. આવી સ્થિતિમાં અમેરિકાનો આ ‘યુ-ટર્ન’ વૈશ્વિક અર્થતંત્રને મોંઘવારીના પંજામાંથી બચાવવાની કોશિશ તરીકે જોવામાં આવી રહ્યો છે. ખાસ કરીને ચીન જેવા દેશો જે ઈરાન પાસેથી મોટાપાયે તેલ ખરીદે છે, તેમના માટે પણ આ સ્થિતિ સૂચક છે. આગામી દિવસોમાં તેલના ભાવોમાં કેટલી નરમાઈ આવે છે તેના પર વિશ્વભરના શેરબજારોની નજર રહેશે.

 

Public Examinations Amendment Bill 2026 Lok Sabha પેપર લીક સામે મોદી સરકાર એક્શનમાં, લોકસભામાં આજે રજૂ થશે ‘પબ્લિક એક્ઝામિનેશન્સ એમેન્ડમેન્ટ બિલ ૨૦૨૬’
CJP Protest Ends સરકાર સાથે વાતચીત સફળ, તમામ માંગણીઓ મંજૂર, સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં આંદોલન સમેટવાની કરી જાહેરાત
First Resignation In 12 Years Of Modi Government સીએએથી લઈને કિસાન આંદોલન સુધી… મોદી સરકારના ૧૨ વર્ષના ઇતિહાસમાં પહેલું રાજીનામું, ભારે હોબાળા બાદ ધર્મેન્દ્ર પ્રધાને છોડવું પડ્યું પદ
Dharmendra Pradhan’s Resignation As BJP’s Biggest Defeat ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું ભાજપ માટે સૌથી મોટી રાજકીય હાર કેમ? વાંચો ઊંડાણપૂર્વક વિશ્લેષણ
Exit mobile version