Site icon

France Abortion Right: ફ્રાન્સનું મોટું પગલું, મહિલાઓને ગર્ભપાતનો બંધારણીય અધિકાર આપતા ઈતિહાસ રચ્યો, વિશ્વનો આટલામો દેશ બન્યો

France Abortion Right: ફ્રાન્સમાં ઘણા સમયથી ગર્ભપાતનો અધિકાર આપવાની માંગ કરવામાં આવી રહી હતી.ફ્રાન્સમાં ઘણા મહિલા જૂથો અને સામાન્ય લોકો મહિલાઓને ગર્ભપાતનો બંધારણીય અધિકાર આપવાની માંગ કરી રહ્યા હતા. આ અંગે અનેક સર્વે પણ કરવામાં આવ્યા હતા. ફ્રાન્સના 85% લોકોએ તેનું સમર્થન કર્યું હતું

France took a big step, created history by giving women the constitutional right to abortion, became the world's first country

France took a big step, created history by giving women the constitutional right to abortion, became the world's first country

News Continuous Bureau | Mumbai 

France Abortion Right: ફ્રાન્સની સંસદે ( ફ્રાન્સ એબોર્શન રાઈટ ) સોમવારે ઐતિહાસિક કાયદો બનાવ્યો છે. મહિલા અધિકારોની દિશામાં એક મોટું પગલું ભરતાં ફ્રાન્સે મહિલાઓને ગર્ભપાતનો બંધારણીય અધિકાર ( Constitutional right ) આપ્યો છે. મહિલાઓની સ્વતંત્રતા અને ગર્ભપાત કરાવવાના અધિકારને સુનિશ્ચિત કરવા ધારાશાસ્ત્રીઓએ 1958ના બંધારણમાં સુધારો કર્યો હતો. આ કાયદો પસાર થતાની સાથે જ સંસદમાં હાજર મહિલા સાંસદોએ ઉભા થઈને નિર્ણયને આવકાર્યો હતો. આ સિવાય મહિલા અધિકાર સમર્થકોએ પણ રસ્તાઓ અને સોશિયલ મીડિયા પર આ નિર્ણયને આવકાર્યો હતો અને ખુશી વ્યક્ત કરી હતી. 

Join Our WhatsApp Community

ફ્રાન્સમાં ઘણા સમયથી ગર્ભપાતનો ( Abortion  ) અધિકાર આપવાની માંગ કરવામાં આવી રહી હતી.ફ્રાન્સમાં ઘણા ( women ) મહિલા જૂથો અને સામાન્ય લોકો મહિલાઓને ગર્ભપાતનો બંધારણીય અધિકાર આપવાની માંગ કરી રહ્યા હતા. આ અંગે અનેક સર્વે પણ કરવામાં આવ્યા હતા. ફ્રાન્સના 85% લોકોએ તેનું સમર્થન કર્યું હતું. સોમવારે, આખરે તે ઐતિહાસિક દિવસ આવી ગયો જ્યારે મહિલાઓને આ અધિકાર આપવામાં આવ્યો. ફ્રાન્સના બંધારણમાં આ સુધારો ફ્રાન્સના બંધારણનો 25મો સુધારો છે. 2008 પછી આ પ્રથમ વખત છે જ્યારે ફ્રાન્સના બંધારણમાં સુધારો કરવામાં આવ્યો છે.

  આજનો દિવસ મહિલાઓ માટે ઐતિહાસિક દિવસ છેઃ વડાપ્રધાન ગેબ્રિયલ..

ફ્રાન્સની સંસદના સંયુક્ત ગૃહમાં ગર્ભપાત અધિકારો સંબંધિત બિલની તરફેણમાં 780 વોટ પડ્યા હતા. જ્યારે તેની વિરુદ્ધમાં 72 વોટ પડ્યા હતા. આ નિર્ણય પછી, ગર્ભપાત અધિકાર કાર્યકર્તાઓ સેન્ટ્રલ પેરિસમાં એકઠા થયા હતા અને તેની પ્રશંસા કરી હતી.

આ સમાચાર પણ વાંચો : PM Modi Met Actress Vyjayanthimala: PM મોદીએ પદ્મ વિભૂષણ પુરસ્કાર વિજેતા, સુપ્રસિદ્ધ અભિનેત્રી, વૈજયંતિમાલા સાથે કરી મુલાકાત..

સંસદમાં આ ઐતિહાસિક કાયદો ( Abortion Law ) પસાર થયા બાદ ફ્રાન્સના યુવા વડાપ્રધાન ગેબ્રિયલ અટલે કહ્યું હતું કે આજનો દિવસ મહિલાઓ માટે ઐતિહાસિક દિવસ છે. અહીંથી મહિલા અધિકારો તરફ એક નવા યુગની શરૂઆત થશે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને પણ આ કાયદા પર ખુશી વ્યક્ત કરી અને કહ્યું કે આ વિશ્વ ઈતિહાસ માટે એક મહત્વપૂર્ણ પગલું છે.

જો કે, દક્ષિણપંથી સાંસદોએ આ કાયદાનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે વર્તમાન સરકાર ચૂંટણીલક્ષી લાભ માટે આવું કરી રહી છે. ફ્રાન્સમાં સોમવારે મોટી સંખ્યામાં લોકો આ કાયદાના અમલની ઉજવણી કરવા માટે રસ્તા પર ઉતરી આવ્યા હતા અને હર્ષોલ્લાસ સાથે તેનું સ્વાગત કર્યું હતું.

Zohran Mamdani: વિજય બાદ મોટો ટ્વિસ્ટ: મમદાનીએ વિજય ભાષણમાં કેમ કર્યો નેહરુજીના શબ્દોનો ઉલ્લેખ? રાજકીય ગલિયારા માં ચર્ચા.
UPS plane crash: અમેરિકામાં ભીષણ વિમાન દુર્ઘટના! સાત લોકોના મૃત્યુ, આટલા લોકો થયા ગંભીર રીતે ઘાયલ
Zohrab Mamdani: અમેરિકાની ચૂંટણીમાં ભારતીયોનો દબદબો: ઝોહરાન મમદાની ઉપરાંત આ ભારતીયો એ પણ જીતનો ઝંડો લહેરાવ્યો
Zohran Mamdani: ટ્રમ્પની આશાઓ પર ફર્યું પાણી, ઝોહરાન મમદાનીએ જીતી ન્યૂયોર્કની ચૂંટણી, પ્રથમ ભારતીય-અમેરિકન મુસ્લિમ મેયર બનશે
Exit mobile version