ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 4 ડિસેમ્બર 2021
શનિવાર
જાેકે મેક્રોનની નારાજગી બોરિસ જાેનસનના પત્રને લઈને વધારે છે.જેમાં જાેનસને ઈંગ્લિશ ચેનલમાં બંને દેશોના જાેઈન્ટ પેટ્રોલિંગનો પ્રસ્તાવ મુકયો હતો.જેથી ફ્રાંસના દરિયા કિનારાથી બ્રિટન આવતી શરણાર્થીઓની બોટો પર પ્રતિબંધ મુકી શકાય. દરમિયાન ફ્રાન્સે આ પ્રસ્તાવને ઠુકરાવીને કહ્યુ છે કે, અમે બ્રિટિશ પીએમના જાહેર પત્રને સ્વીકારતા નથી.દરમિયાન ઈંગ્લિશ ચેનલ થકી આવતા શરણાર્થીઓને રોકવા માટેની પાંચ સૂત્રીય યોજનાવાળા એક પત્રને જાેનસને સોશિલ મીડિયા પર રજૂ કર્યો હતો.જેનાથી મેક્રોન નારાજ થયા હતા. તેમણે કહ્યુ હતુ કે, બ્રિટિશ પીએમ આ મુદ્દા પર ગંભીર નથી.કારણકે આવા મુદ્દાઓ પર ટિ્વટ કરીને કે પત્રો મોકલીને સંવાદ નથી કરવામાં આવતો.ફ્રાંસના પીએમ ઈમેન્યુઅલ મેક્રોને એક ખાનગી વાતચીત દરમિયાન બ્રિટિશ પીએમ બોરિસ જાેનસનને જાેકર તરીકે સંબોધ્યા હોવાનુ ફ્રાંસના એક મેગેઝિનનુ કહેવુ છે. મેક્રોનની નારાજગીનુ કારણ બ્રિટિશ પીએમ જાેનસને મોકલેલો એક પત્ર હતો અને મેક્રોને તો બ્રિટિશ પીએમના વ્યવહારને અસભ્ય પણ ગણાવ્યો હતો. આ નારાજગી મૂળમાં બુધવારે બનેલી એક ઘટના છે.જેમાં ઈંગ્લિશ ચેનલમાં શરણાર્થીઓની એક બોટ ડુબી ગઈ હતી અને એ પછી બંને વડાપ્રધાન વચ્ચે ફોન પર વાત થઈ હતી.એ પછી મેક્રોને બ્રિટિશ પીએમ જાેનસનના વ્યવહારને લઈને ફરિયાદ કરી હતી.
મહારાષ્ટ્ર માં આ બે ધોરણ ની પરીક્ષા ફી માફ.