Site icon

Donald Trump: મૃત’ અર્થવ્યવસ્થામાંથી ટ્રમ્પે 10 વર્ષમાં કમાયા અધધ આટલા કરોડ, મુંબઈથી કોલકાતા સુધી છે ટ્રમ્પ ટાવર પ્રોજેક્ટ્સ

જે ભારતીય અર્થવ્યવસ્થાને ડોનાલ્ડ ટ્રમ્પે 'મૃત' ગણાવી, તે જ બજારમાંથી તેમની કંપની ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશને છેલ્લા એક દાયકામાં મોટો નફો મેળવ્યો છે. જાણો ભારતમાં તેમના રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સની વિગતો.

મુંબઈથી કોલકાતા સુધી છે ટ્રમ્પ ટાવર પ્રોજેક્ટ્સ

મુંબઈથી કોલકાતા સુધી છે ટ્રમ્પ ટાવર પ્રોજેક્ટ્સ

News Continuous Bureau | Mumbai

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) દ્વારા જે ભારતીય અર્થવ્યવસ્થાને (Indian Economy) ‘મૃત’ (Dead) ગણાવવામાં આવી, તે જ બજારમાંથી તેમની કંપની ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશન (Trump Organization) એ છેલ્લા એક દાયકામાં મોટો નફો કમાયો છે. ટ્રમ્પની ઓળખ એક દિગ્ગજ ઉદ્યોગપતિ તરીકે પણ છે. તેમની કંપની ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશન (Trump Organization) વિશ્વભરમાં રિયલ એસ્ટેટ, હોટેલ્સઅને લક્ઝરી ગોલ્ફ કોર્સના વ્યવસાયમાં સક્રિય છે. ભારતમાં (India) પણ તેમની વ્યાપારી હાજરી મજબૂત છે, જ્યાં છેલ્લા દસ વર્ષમાં કંપનીએ આશરે 1,800 કરોડનો નફો કર્યો છે.

Join Our WhatsApp Community

ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશન: વૈશ્વિક હાજરી અને બિઝનેસ મોડેલ

ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશનની (Trump Organization) સ્થાપના ડોનાલ્ડ ટ્રમ્પના (Donald Trump) દાદા ફ્રેડરિક ટ્રમ્પ (Frederick Trump) એ 1927માં કરી હતી. બ્લૂમબર્ગના જણાવ્યા અનુસાર, ન્યુયોર્ક (New York), ફ્લોરિડા (Florida), શિકાગો (Chicago) અને વર્જિનિયા (Virginia) ઉપરાંત કંપનીના વ્યાપારી પ્રોજેક્ટ્સ સ્કોટલેન્ડ (Scotland), આયર્લેન્ડ (Ireland), તુર્કી (Turkey), ફિલિપાઈન્સ (Philippines), કેનેડા (Canada) અને ભારતમાં (India) પણ ફેલાયેલા છે. આ કંપની રિયલ એસ્ટેટ બ્રાન્ડિંગ અને મેનેજમેન્ટ ના મોડેલ પર કામ કરે છે. તેની વાર્ષિક વૈશ્વિક આવકની ક્ષમતા આશરે 3 બિલિયન ડોલર (લગભગ ₹25,000 કરોડ) જેટલી અંદાજવામાં આવે છે. ભારતમાં (India) ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશને (Trump Organization) 2014 પછી મુંબઈ (Mumbai), પુણે (Pune), ગુરુગ્રામ (Gurugram) અને કોલકાતામાં (Kolkata) ‘ટ્રમ્પ ટાવર પ્રોજેક્ટ્સ’ (Trump Tower Projects) દ્વારા લક્ઝરી રિયલ એસ્ટેટ (Luxury Real Estate) બજારમાં પ્રવેશ કર્યો છે.

બ્રાન્ડિંગ અને લાઇસન્સિંગથી કરોડોનો નફો

ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશને (Trump Organization) ભારતમાં (India) સીધું બાંધકામ કરવાને બદલે બ્રાન્ડિંગ અને લાઇસન્સિંગ દ્વારા નફો કર્યો છે. આ પ્રોજેક્ટ્સ માંથી કંપનીને છેલ્લા 10 વર્ષમાં રોયલ્ટી અને લાઇસન્સિંગ ફી તરીકે લગભગ 1,800 કરોડ (આશરે 220 મિલિયન ડોલર)ની આવક મળી છે. આ મોડેલ હેઠળ, સ્થાનિક ડેવલપર્સ ટ્રમ્પ (Trump) બ્રાન્ડનો ઉપયોગ કરવા માટે ફી ચૂકવે છે.

આ સમાચાર પણ વાંચો : India-US Tariff War: ભારત-અમેરિકા ટેરિફ યુદ્ધ: ધમકીઓ પર ભારતે અપનાવ્યું કડક વલણ, બગડી શકે છે બંને દેશો ના સંબંધો

ભારતના ચાર પ્રોજેક્ટ્સમાંથી 630 કરોડની કમાણી

ટ્રમ્પની (Trump) કંપનીએ છેલ્લા 10 વર્ષમાં ભારતમાં (India) ચાર મુખ્ય રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ દ્વારા આશરે 630 કરોડની કમાણી કરી છે. મુંબઈમાં (Mumbai) લોઢા ગ્રુપ પાસેથી 225 કરોડ, પુણેમાં પંચશીલ રિયલ્ટી પાસેથી 120 કરોડ, કોલકાતામાં (Kolkata) યુનિમાર્ક ગ્રુપ પાસેથી 105 કરોડ અને ગુરુગ્રામમાં (Gurugram) એમ3એમ ઈન્ડિયા પાસેથી 180 કરોડની રોયલ્ટી ફી દ્વારા કમાણી કરીછે. આ આંકડા સ્પષ્ટ દર્શાવે છે કે ટ્રમ્પ (Trump) માટે ભારતીય બજાર (Indian Market) કેટલું ફાયદાકારક સાબિત થયું છે.

Khawaja Asif: લશ્કરપ્રમુખના ‘ટ્રેલર’ નિવેદનથી પાકિસ્તાનમાં હડકંપ: સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફને ડર, “ભારત ફરી હુમલો કરશે”
Donald Trump: યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવા ટ્રમ્પની ‘ગુપ્ત યોજના’: રશિયા સાથે ચાલી રહી છે 28-બિંદુઓ પર ખાનગી ચર્ચા
F-35 fighter jet: સૌથી મોટી ડીલ! ટ્રમ્પ કયા મોટા મુસ્લિમ દેશને આપશે દુનિયાનું સૌથી એડવાન્સ્ડ F-35 ફાઇટર જેટ? જાણો આ નિર્ણયથી કયો પાડોશી દેશ ચિંતામાં!
Sheikh Hasina: શેખ હસીના Vs યુનુસ સરકાર: સત્તા માટે ખુલ્લી લડાઈ! ઢાકાની સડકો પર હિંસક અથડામણો, બાંગ્લાદેશમાં કટોકટી જેવો માહોલ
Exit mobile version