News Continuous Bureau | Mumbai
G. Kishan Reddy: કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી શ્રી જી. કિશન રેડ્ડી તારીખ 14થી 16 જાન્યુઆરી, 2025 દરમિયાન સાઉદી અરેબિયાના રિયાધની ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન, તેઓ ફ્યુચર મિનરલ્સ ફોરમ 2025ના મંત્રી સ્તરીય રાઉન્ડ ટેબલમાં હાજરી આપશે, જે સાઉદી અરેબિયા દ્વારા ખનિજ પુરવઠા શૃંખલા અને ઉર્જા સંક્રમણ પર કેન્દ્રિત ચર્ચા માટે આયોજિત વૈશ્વિક કાર્યક્રમ છે.
કોન્ફરન્સ અંતર્ગત શ્રી રેડ્ડી હાજરી આપનારા અન્ય દેશોના કેટલાક ખાણકામ મંત્રીઓને મળશે. શ્રી રેડ્ડી રિયાધમાં ભારતીય ડાયસ્પોરાની મુલાકાત પણ લેશે અને તેમની સાથે વાતચીત પણ કરશે.
આ સમાચાર પણ વાંચો: Kite Festival : ચાઈનીઝ દોરીથી સાવધાન! ઉત્તરાયણ પહેલા બાઈક ચાલક યુવકનું ગળું કપાયું; આવ્યા 9 ટાંકા…