Site icon

G20 Summit : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત કરી..તેઓએ શું ચર્ચા કરી તે જાણો

G20 Summit : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ પુતિનએ દ્વિપક્ષીય, પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી.

G20 Summit : PM Narendra Modi Talks With President Putin..Know What They Discussed

G20 Summit : PM Narendra Modi Talks With President Putin..Know What They Discussed

News Continuous Bureau | Mumbai 

G20 Summit : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ(PM Modi) આજે રશિયન ફેડરેશનના પ્રમુખ મહામહિમ શ્રી વ્લાદિમીર પુતિન(Vladmir Putin) સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી.

Join Our WhatsApp Community

બંને નેતાઓએ દ્વિપક્ષીય સહયોગના સંખ્યાબંધ મુદ્દાઓ પર પ્રગતિની સમીક્ષા કરી અને જોહાનિસબર્ગમાં તાજેતરમાં પૂર્ણ થયેલ BRICS સમિટ સહિત પરસ્પર ચિંતાના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર મંતવ્યોનું આદાનપ્રદાન કર્યું.

રાષ્ટ્રપતિ પુતિને 9-10 સપ્ટેમ્બર 2023ના રોજ નવી દિલ્હીમાં(New Delhi) G20 સમિટમાં હાજરી આપવા માટે તેમની અસમર્થતા વ્યક્ત કરી અને જાણ કરી કે રશિયાનું પ્રતિનિધિત્વ રશિયન ફેડરેશનના વિદેશ પ્રધાન મહામહિમ શ્રી સેર્ગેઈ લવરોવ કરશે.

રશિયાના નિર્ણય માટે સંમતિ વ્યક્ત કરતી વખતે, પ્રધાનમંત્રીએ ભારતના(India) G20 પ્રેસિડન્સી હેઠળની તમામ પહેલોને રશિયાના સતત સમર્થન માટે રાષ્ટ્રપતિ પુતિનનો આભાર માન્યો.

બંને નેતાઓ સંપર્કમાં રહેવા સંમત થયા હતા.

આ સમાચાર પણ વાંચો : NT Rama Rao : ભારતના રાષ્ટ્રપતિએ સ્વર્ગીય શ્રી એનટી રામા રાવ પર સ્મારક સિક્કો બહાર પાડ્યો

F-35 fighter jet: સૌથી મોટી ડીલ! ટ્રમ્પ કયા મોટા મુસ્લિમ દેશને આપશે દુનિયાનું સૌથી એડવાન્સ્ડ F-35 ફાઇટર જેટ? જાણો આ નિર્ણયથી કયો પાડોશી દેશ ચિંતામાં!
Sheikh Hasina: શેખ હસીના Vs યુનુસ સરકાર: સત્તા માટે ખુલ્લી લડાઈ! ઢાકાની સડકો પર હિંસક અથડામણો, બાંગ્લાદેશમાં કટોકટી જેવો માહોલ
Zohran Mamdani: રાજકારણમાં ભૂકંપ! શું ટ્રમ્પ અને ઝોહરાન મમદાનીનું થશે મિલન? મેયર-ઇલેક્ટે મૂકી એક એવી શરત કે ચર્ચા થઈ તેજ!
Sheikh Hasina: રાજકીય ઉથલપાથલ: ફાંસીની સજા મળ્યા બાદ શેખ હસીનાનું પ્રથમ નિવેદન – ‘વાત સાંભળ્યા વગર જ…!’
Exit mobile version