જર્મનીએ ભારતને મોટી રાહત આપી છે અને મુસાફરી પર લગાવેલો પ્રતિબંધ હટાવી લીધો છે.
જર્મનીએ ભારત ઉપરાંત બ્રિટન, નેપાળ, રશિયા, અને પોર્ટુગલથી આવતા મુસાફરો ઉપરથી પણ પ્રતિબંધ હટાવવાની જાહેરાત કરી છે.
જર્મનીની આ ઘોષણા બાદ ત્રણેય દેશના યાત્રી હવે જર્મનીની યાત્રા કરી શકશે. જો કે તેમણે આગમન પર કોરોના વાયરસ નેગેટિવ રિપોર્ટ બતાવવાનો રહેશે અને 10 દિવસનો ક્વોરન્ટિન પીરિયડ જરૂરી રહેશે.
ઉલ્લેખનીય છે કે આ દેશોમાં કોવિડ-19ના ડેલ્ટા વેરિઅન્ટના કેસ મળી આવતા જર્મનીએ મુસાફરી પર પ્રતિબંધ લાદ્યો હતો.
