Site icon

નસીબ હોય તો આવા.. ઘરનું સમારકામ કરતા મળી એવી વસ્તુ કે, રાતોરાત કરોડપતિ બની ગયુ દંપતી- જાણો એવું તો શું મળ્યું

 News Continuous Bureau | Mumbai

કેટલીકવાર ઘર અથવા ખેતરના ખોદકામમાં એવા રત્નો મળી આવે છે કે, જે તેને મેળવે છે તે ધનવાન (Rich) બની જાય છે. જો કે ઘણી વખત એવી જગ્યાઓથી પણ આ વસ્તુઓ મળી આવે છે, જેને જોયા કે સાંભળ્યા પછી વિશ્વાસ ન થાય. દરમિયાન આવું જ કંઈક બ્રિટન (Britain) ના એક કપલ સાથે બન્યું છે, જેમને તેમના ઘરના સમારકામ (Renovation) દરમિયાન ખજાનો (Treasure) મળી આવ્યો છે. 

Join Our WhatsApp Community

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વાસ્તવમાં આ બધું ત્યારે થયું જ્યારે અમેરિકા (USA)ના નોર્થ યોર્કશાયરમાં એક કપલના ઘરમાં રિનોવેશન (Renovation) નું કામ ચાલી રહ્યું હતું… અહીં રસોડા (Kitchen) ની અંદર થોડું ખોદવું પડ્યું અને તેમાંથી આ સિક્કા બહાર નીકળ્યા. કહેવામાં આવી રહ્યું છે કે આ સિક્કા એક કપમાં ભરેલા હતા અને રસોડાના ફ્લોરથી 6 ઈંચ નીચે દટાયેલા હતા. અને જેવો જ તે સિક્કા થી ભરેલો કપ કારીગરોને દેખાયો, તેઓએ તરત જ દંપતીને બોલાવ્યા.

આ સમાચાર પણ વાંચો: આમ આદમી પાર્ટી ના મોઢે તમાચો. જેલમાં સત્યેન્દ્ર જૈન બાળાત્કારના આરોપી પાસેથી મસાજ કરવાતો હતો. જાણો આખા કાંડ વિશે…

જ્યારે દંપતી ત્યાં પહોંચ્યું તો તે આશ્ચર્યચકિત (Shocked) થઈ ગયા. પહેલા તો એવું લાગતું હતું કે કપલે આ વાત છુપાવી છે પણ એવું ન હતું. આ સિક્કા (Coins)  લગભગ ત્રણસો વર્ષ જૂના હોવાનું જાણવા મળ્યું હતું. દંપતીને પણ પહેલા લાગ્યું કે જમીનની અંદર ઇલેક્ટ્રિક વાયર છે, પરંતુ જ્યારે કપની બરાબર તપાસ કરવામાં આવી તો તેમાં 1610 અને 1727 વચ્ચેના સિક્કા હતા. સિક્કા મળ્યા પછી તરત જ દંપતીએ લંડન સ્થિત એક હરાજી કંપનીનો સંપર્ક કર્યો.

દંપતીએ આ લોકોને સમગ્ર વાત જણાવી તો તેઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા અને ત્યારબાદ કંપની સાથે જોડાયેલા લોકો કપલના ઘરે આવ્યા. આ લોકોએ માત્ર એટલું જ કહ્યું કે સિક્કા લગભગ 300 વર્ષ જૂના છે. રિપોર્ટ્સ અનુસાર, કપલે તાજેતરમાં જ હરાજીમાં આ સિક્કા લગભગ સાત કરોડ રૂપિયામાં વેચ્યા છે. હાલમાં આ મામલો સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બન્યો છે.

આ સમાચાર પણ વાંચો: અરે રાહુલ ગાંધીજી, ગુજરાતીઓને હિન્દી આવડે છે…. સુરતની સભામાં લોકોએ કોંગ્રેસી ટ્રાન્સલેટર ની બોલતી બંધ કરી. જુઓ વિડિયો….

Nepal: નેપાળમાં ‘જેન-ઝેડ’ આંદોલને રાજકીય ઉથલપાથલ ની સાથે સાથે થયું અબજોનું નુકસાન, દેશ ચૂકવી રહ્યો છે તેની ભારે કિંમત
Israel: ઇઝરાયેલ ચારે તરફ થી ઘેરાયું! આરબ દેશોએ બનાવ્યો તેની વિરુદ્ધ ખતરનાક પ્લાન
Nepal: નેપાળને મળ્યા પ્રથમ મહિલા વડાપ્રધાન, જાણો કોણ છે સુશીલા કાર્કી જેમના નામ પર સહુ થયા એકમત
Gold smuggling: નેપાળમાં થયેલા વિરોધ પ્રદર્શન નો જેલ ના કેદીઓ એ ઉઠાવ્યો લાભ, આ કુખ્યાત દાણચોર થયો ફરાર
Exit mobile version