ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૬ મે 2021
ગુરૂવાર
કેનેડાના સ્વાસ્થ્ય વિભાગ એ 12 થી 15 વર્ષની ઉંમર ધરાવતા બાળકો માટે વેક્સીન ને મંજૂરી આપી દીધી છે. આ વેક્સિન ફાઈઝર કંપની દ્વારા બનાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી જે પણ વેક્સિન બજારમાં ઉપલબ્ધ છે તે ૧૬ વર્ષથી ઉપરના માટે છે. ભારતમાં 18 વર્ષથી વધુ ઉંમર વાળા લોકોને જ વેક્સિન આપવામાં આવે છે.
હવે આવનારા દિવસમાં અમેરિકાનો ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ પણ આ વેક્સિન ને મંજૂરી આપે તેવું લાગી રહ્યું છે.
કોરોનાના વધતા જતા કેસો વચ્ચે વધુ એક રાજ્યએ કરી લોકડાઉનની ઘોષણા
જો આ રીતે મંજૂરી મળી જશે તો તે વેક્સિનનો ભારતમાં લોન્ચ થવાનો રસ્તો પણ સાફ થઈ જશે.
ઉલ્લેખનીય છે કે કોરોના ની બીજી લહેર માં અનેક બાળકો પણ કોરોના ની ચપેટમાં આવ્યા છે. આ પરિસ્થિતિમાં આ વેક્સિન રામબાણ ઈલાજ છે.