પાકિસ્તાનને ફેસબુક, ગુગલ, ટ્વિઈટરની ખુલ્લી ધમકી.. આ કાયદો હટાવો નહીતો અમે દેશ છોડી દેશું.. જાણો પાકે. એવો કયો કાયદો બનાવ્યો છે. 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો

મુંબઈ

21 નવેમ્બર 2020

પાકિસ્તાનની હાલત એક સાંધે ત્યાં તેર તૂટે એવી છે હાલ.. એવા સમયે નવા ડિજિટલ કાયદાના આગમનથી પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે. ઈન્ટરનેટ અને ટેકનોલોજીના મુખ્ય કંપનીઓએ પાકિસ્તાનને ધમકી આપી છે કે જો નવો કાયદો  બદલવામાં નહીં આવે તો તેઓ પાકિસ્તાનથી પોતાનો વેપાર સમેટી લેશે. તેમાં ગૂગલ, ફેસબુક અને ટ્વિટર જેવી બહુરાષ્ટ્રીય કંપનીઓનો સમાવેશ થાય છે. આવી ધમકીનું કારણ છે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને બુધવારે કરેલી જાહેરાત. તેઓ પાકિસ્તાન મા ઇન્ટરનેટના કંટેટ પર સેંશરશિપ લાદવા માંગે છે, અને નિયમો તોડનારની વિરુદ્ધ દંડ ફટકારવામાં આવશે.

 

સરકારની નીતિઓની વાત કરીએ તો વૈશ્વિક ઇન્ટરનેટ કંપનીઓનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા એશિયા ઇન્ટરનેટ એલાયન્સએ એક નિવેદનમાં કહ્યું છે કે ઇન્ટરનેટ કંપનીઓને લક્ષ્યાંક બનાવનારા નવા કાયદા ચિંતાજનક છે. 

પાકિસ્તાનના અખબાર અનુસાર આ માહિતીમાં સબ્સ્ક્રાઇબર માહિતી, ટ્રાફિક ડેટા અને વપરાશકર્તા ડેટા શામેલ હોઈ શકે છે. નવા નિયમો હેઠળ સોશિયલ મીડિયા કંપનીઓ અથવા ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સને ઇસ્લામને બદનામ કરવા, અભદ્ર ભાષા, અશ્લીલતા અથવા કોઈપણ સામગ્રીને વેગ આપવા બદલ 3.14 મિલિયન ડોલર સુધીનો દંડ કરવામાં આવશે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More