News Continuous Bureau | Mumbai
Govinda અભિનેતા ગોવિંદા અને તેની પત્ની સુનિતા આહુજા એ તેમના અલગ થવાની અફવાઓનો અંત લાવી દીધો છે. જે દંપતી વિશે છેલ્લા કેટલાક મહિનાઓથી છૂટાછેડા ના અહેવાલો ચાલી રહ્યા હતા, તેઓ ગુરુવારે ગણેશ વિસર્જનની વિધિ તેમના પુત્ર યશવર્ધન સાથે કરતા જોવા મળ્યા હતા.
સુનિતા એ મીડિયાને આપ્યો જવાબ
છૂટાછેડા ની અટકળો વચ્ચે, સુનિતા આહુજાએ મીડિયા સાથે વાતચીત કરતી વખતે કહ્યું, “તમે લોકો ગણપતિ માટે આવ્યા છો કે વિવાદ માટે? અમને આટલા નજીક જોઈને મીડિયાને થપ્પડ નથી વાગી? જો કંઈ ગડબડ હોત, તો અમારી વચ્ચે અંતર હોત. કોઈ શક્તિ અમને અલગ કરી શકતી નથી, ના તો ભગવાન કે ના તો શેતાન. જેમ કહેવાય છે કે ‘મારો પતિ મારો છે,’ તેમ જ ‘મારો ગોવિંદા મારો છે.’ બધાને મારી વિનમ્ર વિનંતી છે કે આ અફવાઓ પર વિશ્વાસ ન કરો. જ્યાં સુધી તમે અમારા તરફથી કંઈ સાંભળો નહીં ત્યાં સુધી કંઈપણ માનશો નહીં.
View this post on Instagram
આ સમાચાર પણ વાંચો : PM Modi: PM મોદીની લોકપ્રિયતા યથાવત, પરંતુ NDA સરકારની રેન્કિંગમાં આવ્યો આટલા ટકાનો ઘટાડો, ‘મૂડ ઓફ ધ નેશન’ સર્વે માં થયો ખુલાસો
ડાન્સ વિડિયો થયો વાયરલ
સોશિયલ મીડિયા પર પાપારાઝી દ્વારા શેર કરવામાં આવેલા વિડિયોમાં, ગોવિંદા નો પરિવાર ‘ગણપતિ બાપ્પા મોર્યા’ નો જયઘોષ કરતા વિસર્જન માટે નીકળતો જોવા મળ્યો હતો. ગોવિંદા યશવર્ધનની બાજુમાં ઊભા હતા, જે ગણેશની મૂર્તિ લઈ રહ્યા હતા, જ્યારે સુનિતા ઉત્સાહભેર ગીતો પર ડાન્સ કરતી હતી.