News Continuous Bureau | Mumbai
Hamas Israel War : ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ વાટાઘાટો નિષ્ફળ જતી દેખાઈ રહી છે. યુદ્ધવિરામના બીજા તબક્કા અંગે બંને વચ્ચે વાતચીત થવાની હતી, પરંતુ આ દરમિયાન હમાસે સત્તાવાર રીતે વાતચીત નિષ્ફળ જવાની જાહેરાત કરી છે.
Hamas Israel War : બીજા યુદ્ધવિરામ તબક્કા માટે નથી થઇ રહી વાતચીત
પ્રવક્તા હાઝેમ કાસિમે ગાઝા અંગેના કરારના બીજા તબક્કાની વાતચીત શરૂ ન કરવાની જવાબદારી લીધી છે. જૂથના પ્રવક્તા હાઝેમ કાસેમે આ સંદર્ભમાં અલ-અરેબી ટીવીને પણ જણાવ્યું હતું કે ગાઝામાં બીજા યુદ્ધવિરામ તબક્કા માટે જૂથ સાથે હાલમાં કોઈ વાતચીત થઈ રહી નથી. દરમિયાન, હુથી નેતા અબ્દુલ-મલિક અલ-હુથીએ ઇઝરાયલને યુદ્ધની ધમકી આપી છે. તેમણે જાહેરાત કરી છે કે જો ગાઝામાં યુદ્ધ ફરી શરૂ થશે, તો અમે લશ્કરી હસ્તક્ષેપ કરીશું.
Hamas Israel War : યુદ્ધવિરામના બીજા તબક્કાનો હેતુ શું હતો?
ગાઝા અને ઇઝરાયલ વચ્ચે લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું હતું. યુદ્ધવિરામ વાટાઘાટોનો પ્રથમ તબક્કો યોજાયો હતો. ઇઝરાયલ અને હમાસ બંને તરફથી અટકાયતીઓ અને કેદીઓને મુક્ત કરવામાં આવ્યા. આ પછી, પ્રથમ તબક્કાના અંત પછી, બધાની નજર યુદ્ધવિરામ વાટાઘાટોના બીજા તબક્કા પર ટકેલી હતી. યુદ્ધવિરામ વાટાઘાટોનો બીજો તબક્કો ગાઝામાં લડાઈનો અંત લાવવાનો હતો. ઉપરાંત, યુદ્ધ દરમિયાન પકડાયેલા અથવા કેદ થયેલા તમામ લોકોને મુક્ત કરવાના હતા.
આ સમાચાર પણ વાંચો : Trump vs Zelensky: ટ્રમ્પ સાથે દલીલ કરવી ઝેલેન્સકીને પડશે ભારે, યુક્રેનને આપવામાં આવતી સહાય અમેરિકા કરશે બંધ, એલોન મસ્કે પણ આ વાત કહી..
Hamas Israel War : હુથીઓએ ઇઝરાયલને ધમકી આપી
એક તરફ, હમાસે જાહેરાત કરી છે કે યુદ્ધવિરામ વાટાઘાટોનો બીજો તબક્કો સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે. બીજી તરફ, એવી શક્યતા છે કે ઇઝરાયલ ફરીથી ગાઝા પર હુમલો કરી શકે છે. યમનમાં ઈરાન સમર્થિત હુથી નેતા અબ્દુલમલિક અલ-હુથીએ કહ્યું કે જો ઇઝરાયલ ગાઝામાં ફરીથી યુદ્ધ શરૂ કરશે તો અમે ઇઝરાયલ પર હુમલો શરૂ કરીશું.