News Continuous Bureau | Mumbai
ફરી કોરોનાએ(Corona) વિશ્વના અમુક દેશોમાં તબાહી મચાવવાનું શરૂ કર્યું છે અને તેની સીધી અસર રમતગમત(Games) પર પડી રહી છે.
ચીનના(China) હાંગઝોઉમાં(Hangzhou) 10 થી 25 સપ્ટેમ્બર 2022 સુધી રમાનારી 19મી એશિયન ગેમ્સને(Asian Games) અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દેવામાં આવી છે.
આ ગેમ્સની નવી તારીખો પછીથી જાહેર કરવામાં આવશે.
હાલ આ પાછળનુ કારણ નથી બતાવવામાં આવ્યું. પરંતુ જાહેરાત ત્યારે થઇ જ્યારે ચીનમાં કૉવિડ-19થી(Covid19 ) જોડાયેલા કેસો સતત વધી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ વર્લ્ડ યૂનિવર્સિટી ગેમ્સને(World University Games) પણ એક વર્ષ માટે ટાળી નાંખવામાં આવી છે.
