News Continuous Bureau | Mumbai
રશિયા યુક્રેન યુદ્ધમા નવો વળાંક ગત ૨૩-૨૪ તારીખે આવ્યો જ્યારે રશિયા વતી યુક્રેનમા લડતા ખાનગી ભાડૂતી સૈનિકોના જૂથ વેગનર ગ્રૂપએ રશિયન લશ્કર વિરુદ્ધ બળવો પોકાર્યો. માત્ર ૨૪ કલાકમાં, રશિયા લશ્કરી શક્તિમાંથી રાજકીય રીતે અસુરક્ષિત રાષ્ટ્ર બની રહ્યું. વેગનર જૂથના સ્થાપક, યેવજેની પ્રિગોઝિને રશિયન રાજ્ય સામે બળવો શરૂ કર્યો અને મોસ્કો પર સશસ્ત્ર કૂચ શરૂ કરી. સશસ્ત્ર બળવાએ મોસ્કોથી માત્ર ૨૦૦ કિલોમીટરના અંતરે તેની આગેકૂચ અટકાવતા પહેલા છ રશિયન હેલિકોપ્ટર અને એક સર્વેલન્સ એરોપ્લેનને તોડી પાડવામાં સફળતા મેળવી હતી.એક દિવસ પછી ૨૪ તારીખે, તે બધું સમાપ્ત થઈ ગયું,બેલારુસના રાષ્ટ્રપતિ દ્વારા મધ્યસ્થી કરાયેલા સોદામાં વ્લાદિમીર પુતિનના નજીકના સાથી પ્રિગોઝિન બળવો રોકવા અને દેશ છોડવા માટે સંમત થયા હતા. પ્રારંભિક અહેવાલો દર્શાવે છે કે રશિયા પ્રિગોઝિન સામે શરૂ કરાયેલા ફોજદારી કેસને છોડી દેવા માટે સંમત થયુ છે.તાજેતરમાં જ,પુતિને કહ્યું હતું કે રદ કરાયેલ બળવાના આયોજકોને “ન્યાય માટે તલબ કરવામાં આવશે.” તેમણે વેગનરના સૈનિકોને વિકલ્પ આપતા કહ્યુ હતુ કેવેગનર ભાડૂતી સૈનિકો કાં તો રશિયન આર્મીમાં જોડાઈ શકે છે, બેલારુસ જઈ શકે છે અથવા ઘરે પાછા આવી શકે છે. પરંતુ ઘટનાઓના અદભૂત વળાંક એ બે દાયકાથી વધુ રશિયાના શાસનમાં રહેલ પુતિન માટે આ પ્રકારનો પ્રથમ પડકાર ઉભો કર્યો જેણે રશિયા અને વિશ્વને આંચકો આપ્યો છે. આ બળવાની પાર્શ્વવ ભૂમિકામા રશિયાની પ્રાઈવેટ આર્મી વેગનર જૂથ અને રશિયન લશ્કરી સત્તાવાળાઓ વચ્ચેના ગંભીર મતભેદ રહેલા છે. વેગનર જૂથ, તેના તાજેતરના બળવો પહેલા, એકમાત્ર અર્ધલશ્કરી રચના હતી જેણે રશિયન સંરક્ષણ મંત્રાલય સાથે રશિયન લશ્કર સાથે ભળી જવાના કરાર પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કર્યો હતો. રશિયન “સ્ટેટ ડુમા”ની સંરક્ષણ સમિતિના વડા, કાર્તાપોલોવે જણાવ્યું હતું કે એક યોગ્ય નીતિ મુજબ સંરક્ષણ મંત્રાલયે તમામ લશ્કરી જૂથોને કરાર પર હસ્તાક્ષર કરવા ફરજિયાત કર્યા હતા.વેગનરના ઇનકારના જવાબમાં, રશિયન સત્તાવાળાઓએ જૂથને જાણ કરી કે તે હવે યુક્રેનમાં તેના લશ્કરી અભિયાન માટે સમર્થન અથવા સંસાધનો પ્રાપ્ત નહી કરી શકે.બળવો શરૂ થયો તે પહેલાં, રશિયન સંરક્ષણ મંત્રાલયે જાહેરાત કરી હતી કે યુક્રેન સાથેના સંઘર્ષમાં સામેલ ૨૦ થી વધુ રશિયન સ્વયંસેવક સંગઠનોએ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. જો કે, પ્રિગોઝિને પાલન કરવાનો ઇનકાર કર્યો હતો, ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમનું જૂથ એકંદર સિસ્ટમમાં એકીકૃત અત્યંત કાર્યક્ષમ એન્ટિટી છે. બળવા અંગે ૬૨ વર્ષીય પ્રિગોઝિનનો લશ્કરી સત્તાધીશો વિરુદ્ધના વિદ્રોહ પાછળની સફાઈ એ હતી કે વેગનર મિલિશિયાએ ગયા મહિને યુક્રેનિયન શહેર બખ્મુતને કબજે કરવાની આગેવાની લીધી હતી, ત્યારથી ખુલ્લેઆમ આરોપ સંરક્ષણ પ્રધાન સેર્ગેઈ શોઇગુ અને રશિયાના ટોચના જનરલ, વેલેરી ગેરાસમોવ,સામે કાબેલિયત પુરવાર કરવામા અસમર્થ રહ્યા હતા અને યુક્રેનમાં તેની લડાઇમાં વેગનર ગ્રૂપને દારુગોળો પુરતા પ્રમાણમા પુરો પાડવામા આવ્યો નહોતો કે ટેકો, આપ્યો નહોતો કે જરૂરી માહિતી પુરી પાડી નહોતી. પ્રિગોઝિનની ખુલ્લેઆમ રશિયન લશ્કરની વિરુદ્ધની વર્તણૂકના પાયામાંતેના પુતિન સાથેના ગાઢ સબંધો રહ્યા છે ( તેમને લાગતું હતુ કે તે કે તેનુ વેગનર જૂથ કઈપણ કરશે તો તેના વિરુદ્ધ પગલા નહી લેવામા આવશે). યેવજેની પ્રિગોઝિન રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનના નજીકના વિશ્વાસુ અને એક રશિયન અલીગાર્ચ, મર્સિનરી-ભાડૂતી ચીફ છે. એકવારના સોવિયત યુનિયનમાં દોષિત, પ્રિગોઝિન હવે પ્રભાવશાળી કંપનીઓના નેટવર્કને નિયંત્રિત કરે છે.
રશિયન સત્તાવાળા સમર્થિત ભાડૂતી કંપની વેગનર ગ્રૂપ અને ત્રણ કંપનીઓ જેના પર અમેરિકાની ૨૦૧૬ અને ૨૦૧૮ની ચૂંટણીમાં દખલગીરીનો આરોપ મુકાયો હતો. તેના માલિક છે.પ્રિગોઝિનને સાલ ૧૯૮૧ માં લૂંટ અને હુમલા માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને તેને ૧૨ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.જેલ મુક્તિબાદ તેણે સેન્ટ પિટ્સબર્ગમાં એક રેસ્ટોરન્ટ બિઝનેસ ૧૯૯૦ના દાયકમાં ખોલ્યો. તેગાળા દરમ્યાન તેઓતે વખતના નાયબ મેયર અને હાલના પ્રમુખ વ્લાદિમીર પુતિન ના પરિચયમા આવ્યા હતા.પ્રિગોઝિને કેટરિંગ વ્યવસાય વિકસાવવા માટે તે જોડાણનો ઉપયોગ કર્યો અને નફાકારક રશિયન સરકારનો કોન્ટ્રાક્ટ જીત્યો.એ કોન્ટ્રાક્ટને કારણે તેને પુતિનના સેફ -પુતિનના રસોઇયા”તરીકેનું ઉપનામ પ્રાપ્ત થયુ. બાદમાં તેણે મીડિયા અને કુખ્યાત ઈન્ટરનેટ ટ્રોલ ફેક્ટરી સહિતના અન્ય ક્ષેત્રોમાં વિસ્તરણ કર્યું. જાન્યુઆરીમાં, પ્રિગોઝિને શેડોવી વેગનર કંપનીની સ્થાપના,નેતૃત્વ અને ફાઇનાન્સિંગ-ધીરાણની વાત સ્વીકારી હતી. સાલ ૨૦૧૪ માં પ્રિગોઝિને વેગનર ગ્રૂપની સ્થાપના કરી હોવાનું માનવામાં આવે છે.એપ્રિલ ૨૦૧૪ માં યુક્રેનના ક્રિમિયન દ્વીપકલ્પના રશિયાના જોડાણને પગલે પૂર્વીય યુક્રેનમાં અલગતાવાદી સંઘર્ષ ફાટી નીકળ્યા પછી તરત જ વેગનર જૂથ કાર્યવાહી કરતુ નજરમાં આવ્યુ હતુ. યુક્રેન પૂર્વીય ઔદ્યોગિક હાર્ટલેન્ડ ડોનબાસમાં અલગતાવાદી બળવાને સમર્થન આપતી વખતે, વિરુદ્ધ પૂરતા પુરાવા હોવા છતાં રશિયાએ તેના પોતાના શસ્ત્રો અને સૈનિકો ત્યાં મોકલવાનો ઇનકાર કર્યો હતો. પ્રિગોઝિને સિરિયા અને આફ્રિકન દેશોમાં લાભદાયક ખાણકામ કરાર મેળવવા માટે વેગનરની તૈનાતીનો ઉપયોગ કર્યો હોવાના અહેવાલ છે. યુક્રેન-રશિયાના યુદ્ધમા વેગનેરે યુદ્ધમાં વધુને વધુ દૃશ્યમાન ભૂમિકા લીધી કારણ કે નિયમિત રશિયન સૈનિકોએ ભારે ખુવારીનો સામનો કરવો પડ્યો હતો અને જીતેલો પ્રદેશ અપમાનજનક રીતે ગુમાવવાનો આંચકો અનુભવવો પડયો હતો. યુક્રેન પર રશિયાના આક્રમણ પહેલા, વેગનર જૂથ પાસે માત્ર ૫૦૦૦ જેટલા લડવૈયા હોવાનું માનવામાં આવતું હતું. ગત મે મહિનામાં મુલાકાતમાં પ્રિગોઝિને કહ્યું હતું કે તેણે ૫૦૦૦૦ દોષિતો-કેદીઓની ભરતી કરી હતી, જેમાંથી લગભગ ૧૦૦૦૦ બખ્મુતમાં માર્યા ગયા હતા. તેના પોતાના લડવૈયાઓ પણ સમાન સંખ્યામાં ત્યાં મૃત્યુ પામ્યા છે.
આ સમાચાર પણ વાંચો : Business: જો તમે ઘર બનાવવા જઈ રહ્યા છો તો વાંચો આ ખુશખબર, દેશભરમાં લોખંડના સળિયાના ભાવમાં થયો ઘટાડો! જાણો કિંમત
અમેરિકાનું મૂલ્યાંકન છે કે વેગનર લડાઈમાં દર મહિને લગભગ ૧૦૦ મિલિયન ડોલરનો ખર્ચ કરે છે. હાલમા પુતિને કહ્યું કે “અમે ગયા વર્ષે વેગનરને એક અબજ ડોલરથી વધુ ચૂકવણી કરી હતી અને વેગનર જૂથ સંપૂર્ણ પણે રશિયન સરકારના ધિરાણ પર નિર્ભર છે”. રશિયાના યુક્રેન સાથેના યુદ્ધનો ગુપ્ત વિરોધ રશિયાના લશ્કરમા પણ થઈ રહ્યુ હોવાનુ પ્રકાશમાં આવ્યું છે.યુએસ ઇન્ટેલિજન્સે ગતબુધવારે એવો દાવો કર્યો હતો કે વેગનર જૂથની નજીકના રશિયન સેનાના જનરલ સેરગેઈ સુરોવિકિનને યેવજેની પ્રિગોઝિનના બળવાની અગાઉથી જાણકારી હતી. એવા પણ અહેવાલ છે કે સુરોવિકિન વેગનરના “વીઆઇપી ગુપ્ત સદસ્ય”છે. સુરોવિકિનને અગાઉ યુક્રેનમાં આક્રમણ દળનું નેતૃત્વ કર્યું હતું.અનેપ્રિગોઝિ સાથે તેમનો ઘણો સમય યુક્રેન યુદ્ધ મોરચે વિત્યો હતો.બળવા બાદ તેમની રશિયન સુરક્ષા સેવાઓ દ્વારા પુછપરછ શરુ કરીહતી. હાલ તેમને અટકાયતમા રાખવામા આવ્યા છે.
સરકાર વિરુદ્ધનો સશસ્ત્ર બળવો-દગો-બગાવત એ અત્યંત ગંભીર ગુનો છે જે સૌથી “ઉચ્ચસજા”ને પાત્ર છે. એવુ પણ કહેવાઇ રહ્યુ છે કે પુતિનની નજીકના સર્કલના ૧૪ ઓફિસરો પણ બળવામાં સામેલ હતા જેની તપાસ હાથ ધરાઈ છે તેવુ ક્રેમલિનના વર્તુળો જણાવે છે. વ્લાદિમીર પુતિન ક્યારેય પોતાના શત્રુને માફ કરતા નથી જેના ઘણા ઉદાહરણો વિશ્વ સમક્ષ છે. પ્રિગોઝિનને તેમની સાથે વિશ્વાસઘાત કર્યો છે.રશિયા પ્રિગોઝિનના વિશાળ ભાડૂતી અને વ્યવસાયિક સામ્રાજ્યના વિસર્જન શા માટે આગળ વધી રહ્યું હોવાનું પણ કહેવાય રહ્યુ છે.બેલારુસમાં તેના દેશનિકાલ પછી, પ્રિગોઝિનનું કુખ્યાત “ટ્રોલ ફાર્મ” અને મીડિયા વ્યવસાય નવી માલિકી શોધી રહ્યું હોવાનું, રશિયન મીડિયાએ અહેવાલ આપ્યો છે.હવે જોવાનું એ રહ્યું કે પ્રિગોઝિન, પુતિનના ખાસ લુકાશેંકોના બેલારુસમા કેટલા અને ક્યાં સુધી સલામત રહેશે. બેલારુસ ખાતે તડીપાર કરાયેલા પ્રિગોઝિન, દ્વારા યુક્રેન પર ન્યુક્લિયર વેપનનો ઉપયોગ કરાવી બધા દોષને તેના પર મઢવાની ચાલ પુતિને ગઢી હોવાનું મનાઈ રહ્યું છે. બાકી યુક્રેન યુદ્ધ મોરચે ચેચન કમાન્ડર રમજાન કાદિરોફને યુદ્ધ મોરચે ઉતારી પુતિને પ્રિગોઝિનને સાઇડલાઇન કરી વેગનરની પાંખ કતરવાની તૈયારી કરી દીધી હોવાનું જણાઈ રહ્યું છે. યુક્રેન યુદ્ધ, બળવો, અમેરિકી- યુરોપીયન પ્રતિબંધો,આ બધા પરિબળો એ પુતિન સામે બહુ મોટો પડકાર ઉભો કર્યો છે. પુતિન પોતાના સૌથી મુશ્કેલ સમય માથી પસાર થઈ રહ્યા છે. આ સમય તેમના શાસન ના અંતનો આરંભ છે કે તેમની પકડ રશિયા પર વધુ મજબૂત કરશે તે જોવુ રહ્યુ.

Mr. Mitin Sheth