Site icon

Helicopter Crash: નેપાળમાં વધુ એક વિમાન દુર્ઘટના, નુવાકોટમાં હેલિકોપ્ટર ક્રેશ, પાયલટ સહિત આટલા લોકોના મોત..

Helicopter Crash Five, including four Chinese nationals, killed

Helicopter Crash Five, including four Chinese nationals, killed

News Continuous Bureau | Mumbai

Helicopter Crash: ભારતના પાડોશી દેશ નેપાળની રાજધાની કાઠમંડુની બહાર નુવાકોટના શિવપુરી નેશનલ પાર્કમાં આજે એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું.  મીડિયા રિપોર્ટ મુજબ આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ પાંચ નાગરિકોના મોત થયા છે.

Helicopter Crash: પાંચ મૃતદેહો મળી આવ્યા

Helicopter Crash:  સ્થાનિક મીડિયા અનુસાર, હેલિકોપ્ટર કાઠમંડુથી રાસુવા જઈ રહ્યું હતું ત્યારે તે નુવાકોટ જિલ્લાના સૂર્યા ચૌર-7માં એક પહાડી સાથે ક્રેશ થયું હતું. દુર્ઘટનાની માહિતી મળતા જ અધિકારીઓએ રેસ્ક્યુ ટીમને ઘટનાસ્થળે મોકલી હતી. નુવાકોટના પોલીસ અધિક્ષક શાંતિરાજ કોઈરાલાએ પુષ્ટિ કરી છે કે પાંચ મૃતદેહો મળી આવ્યા છે.

આ સમાચાર પણ વાંચો:  Tragic Accident : ચોંકાવનારી ઘટના, માતા સાથે રોડ પરથી પસાર થતી ત્રણ વર્ષની બાળકી પર પડ્યો કૂતરો; ગુમાવ્યો જીવ; જુઓ હૃદયદ્રાવક વિડીયો.

Helicopter Crash:  ઉડાન ભર્યાના 3 મિનિટ બાદ જ ટાવર સાથેનો સંપર્ક તૂટી ગયો 

હેલિકોપ્ટરમાં 4 ચીની પ્રવાસીઓ સહિત 5 લોકો સવાર હતા. અહેવાલો અનુસાર, હેલિકોપ્ટરનો ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના 3 મિનિટ બાદ જ ટાવર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.  

Exit mobile version