કેનેડા સરકાર તેમના નાગરિકોના સ્વાસ્થ્યમાં સુધાર લાવવા આલ્કોહોલ નિયંત્રણ નિયમ પર ભાર મુકી રહી છે

કેનેડિયન સેન્ટર ઓન સબસ્ટેન્સ યુઝ એન્ડ એડિક્શન ( સીસીએસએ) દ્વારા સપ્તાહમાં આલ્કોહોલના સેવનને ઘટાડી દેવાની અપીલ કરીને ચેતવણી આપી છે કે, આલ્કોહોલના વધારે પડતા સેવનથી કેન્સર, હાર્ટ એટેક અને સ્ટ્રોક સહિત અનેક પ્રકારની ગંભીર બીમારીઓ થઇ શકે છે.

by Dr. Mayur Parikh
Here are Canada's new alcohol consumption guidelines

News Continuous Bureau | Mumbai

કેનેડામાં આલ્કોહોલના સેવનને લઇને નવી ચર્ચા છેડાઇ ગઇ છે. કારણ કે અહીં મોટા ભાગના લોકો નિયમિત રીતે આલ્કોહોલ અથવા તો શરાબનું સેવન કરે છે. આવી સ્થિતિમાં સરકારે નવી ગાઇડલાઇન જારી કરીને નાગરિકોને સપ્તાહમાં આલ્કોહોલનું માત્ર બે વખત ડ્રિન્ક્સ લેવા માટેની સલાહ આપી છે. કેનેડિયન સેન્ટર ઓન સબસ્ટેન્સ યુઝ એન્ડ એડિક્શન ( સીસીએસએ) દ્વારા સપ્તાહમાં આલ્કોહોલના સેવનને ઘટાડી દેવાની અપીલ કરીને ચેતવણી આપી છે કે, આલ્કોહોલના વધારે પડતા સેવનથી કેન્સર, હાર્ટ એટેક અને સ્ટ્રોક સહિત અનેક પ્રકારની ગંભીર બીમારીઓ થઇ શકે છે.

અમેરિકામાં આરોગ્ય વિભાગ પુરુષો માટે સપ્તાહમાં બે વખત ડ્રિન્ક અને મહિલાઓ માટે એક ડ્રિન્ક લેવાની સલાહ આપે છે. જોકે કેનેડાના નિષ્ણાતો દ્વારા કરાયેલી નવી શોધમાં ખુલાસો કરાયો છે. કે, ૩- ડ્રિન્કથી મોડરેટ અને સાત અથવા તો વધારે ડ્રિન્ક્સથી જોખમ સતત વધે છે. આના કારણે મોટા આંતરડા અને કેન્સરની સાથે અન્ય બીમારીનું જોખમ વધી જાય છે અને હાર્ટ એટેક, સ્ટ્રોકનું ખતરો પણ વધે છે. ગાઇડલાઇન મુજબ, સગર્ભા મહિલાઓને તો આલ્કોહોલના થોડાક સેવનથી પણ વધુ નુકસાન થાય છે. સ્તનપાન કરાવતી મહિલાઓ માટે તો આલ્કોહોલથી દૂર કરવાનો વિકલ્પ સૌથી સુરક્ષિત છે. હેલ્થ કેનેડાની નવેસરની ગાઇડલાઇન વર્ષ 2011માં જારી ગાઇડલાઇન કરતાં અલગ પ્રકારની છે.

આ સમાચાર પણ વાંચો: Mumbai news: BKC સભામાં પીએમ મોદીની સુરક્ષા ભંગ કરવાનો પ્રયાસ; મુંબઈ પોલીસે આ રીતે કરી શંકાસ્પદની ધરપકડ..

આલ્કોહોલ કેટલાક લોકોમાં સ્ટ્રેસને ઘટાડવાનું કામ કરે છે. લોકોને પરસ્પર મળવા અને સંબંધો વધારવામાં મદદ છે. ઓફ ટોરેન્ટોના પ્રોફેસરે કહ્યું છે યુનિવર્સિટી દરરોજ ડ્રિન્ક લેવાની બાબત ચિંતાનો વિષય છે. આ રિસર્ચ લોકોને ડ્રિન્કસને કન્ટ્રોલ કરવામાં મદદ કરી શકે છે.

Join Our WhatsApp Community

You may also like