Site icon

Hezbollah drone attacks: બેન્જામિન નેતન્યાહુ ફરી નિશાના પર, હિઝબુલ્લાહનું ડ્રોન PMના ઘરની ખૂબ નજીક પડ્યું; માંડ માંડ બચ્યા.. જુઓ વિડીયો.

Hezbollah drone attacks: હિઝબુલ્લાએ ઈઝરાયેલના સીઝેરિયા વિસ્તારમાં ત્રણ ડ્રોન દ્વારા હુમલો કરવાનો દાવો કર્યો છે, જેનું મુખ્ય નિશાન ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુનું ખાનગી નિવાસસ્થાન હોવાનું કહેવાય છે. ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (IDF) એ બે ડ્રોન તોડી પાડ્યા હતા, પરંતુ એક ડ્રોન સીઝેરિયામાં એક ઇમારત સાથે અથડાયું હતું. આ હુમલામાં કોઈ જાનહાનિ થઈ ન હતી અને ઈઝરાયેલી સૈન્ય આ મામલે તપાસ ચાલુ કરી છે.

Hezbollah drone attacks Israel Prime Minister Benjamin Netanyahu's home targeted by drone attack days after Hamas chief Yahya Sinwar's killing

Hezbollah drone attacks Israel Prime Minister Benjamin Netanyahu's home targeted by drone attack days after Hamas chief Yahya Sinwar's killing

News Continuous Bureau | Mumbai

Hezbollah drone attacks: ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના ઘરે વિસ્ફોટ થયો હોવાના અહેવાલ છે. આ ખતરો હાઈફા ના દક્ષિણમાં આવેલા સીઝેરિયામાં પીએમ નેતન્યાહુના આવાસની બહાર  થયો હતો.

Join Our WhatsApp Community

Hezbollah drone attacks: જુઓ વિડીયો.

Hezbollah drone attacks: હિઝબુલ્લાએ લેબનોનથી ડ્રોન હુમલો કર્યો 

 ઈઝરાયેલના સુરક્ષા દળોએ હુમલાની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે ડ્રોન હુમલાને કારણે કોઈ પ્રકારનું નુકસાન થયું નથી. કહેવામાં આવી રહ્યું છે કે આ હુમલો લેબનોનથી હિઝબુલ્લાહ દ્વારા કરવામાં આવ્યો હતો. હિઝબુલ્લાએ લેબનોનથી ડ્રોન હુમલો કર્યો જે ઇઝરાયેલની સુરક્ષા વ્યવસ્થામાં ઘૂસી ગયો અને પીએમ નેતન્યાહુના ઘરે પહોંચ્યો.

Hezbollah drone attacks: નેતન્યાહુના ઘર નજીક ડ્રોન વિસ્ફોટ

 IDFએ માહિતી આપી હતી કે લેબનોનથી છોડવામાં આવેલા રોકેટને કારણે આજે સવારે હાઈફા ક્ષેત્રમાં ચેતવણીના સાયરન્સ વાગવા લાગ્યા હતા. દક્ષિણ હૈફાના સીઝેરિયામાં ઇઝરાયેલના વડા પ્રધાન નેતન્યાહુના ઘર નજીક ડ્રોન વિસ્ફોટ થયો હતો. ઇઝરાયલી સુરક્ષા દળોએ ડ્રોન હુમલાને સુરક્ષાની મોટી ખામી ગણાવી હતી.

આ સમાચાર પણ વાંચો : Israel lebanon War : ઇઝરાયેલ સામે હવે આ દેશ એ લીધો બદલો, નેતન્યાહુના ઘર પાસે પડ્યું ડ્રોન, એર ડિફેન્સને ઘૂસવામાં મળી સફળતા..

ઝરાયેલના તમામ વિસ્તારો હિઝબોલ્લાહ ના નિશાના પર 

હિઝબોલ્લાહ દ્વારા આ હુમલાને તેમના નેતા હસન નસરાલ્લાહના મૃત્યુના બદલા તરીકે જોવામાં આવે છે, જે 27 સપ્ટેમ્બરે બેરૂતમાં ઇઝરાયેલના હવાઈ હુમલામાં માર્યા ગયા હતા. આ પછી, ઑક્ટોબરના પ્રથમ સપ્તાહમાં, ઇઝરાયેલે નસરાલ્લાહના ઉત્તરાધિકારી સફીદ્દીનને માર્યા હોવાનો દાવો પણ કર્યો હતો, ત્યારબાદ હિઝબુલ્લાએ ઇઝરાયેલ પર હુમલા તેજ કર્યા હતા. હિઝબુલ્લાહના ડેપ્યુટી ચીફ નઈમ કાસિમે પહેલાથી જ ચેતવણી આપી હતી કે ઈઝરાયેલના તમામ વિસ્તારો તેમના નિશાના પર છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ukraine Diesel: યુક્રેને ભારત પાસેથી ડીઝલની ખરીદી બંધ કરી, આ તારીખ થી લાગુ થશે નિર્ણય
Donald Trump: ટ્રમ્પે ઇઝરાયલને આપી ચેતવણી સાથે જ દોહા ને આપ્યું આવું આશ્વાસન
Waqf Act: વક્ફ કાયદો: સવારે મુસ્લિમ પક્ષ જીતનો દાવો કરતો હતો, પરંતુ વાર્તા તો કઈ અલગ જ નીકળી, જાણો સમગ્ર મામલો
Supreme Court: સુપ્રીમ કોર્ટે વનતારા કેસની સુનાવણી દરમિયાન કરી મહત્વપૂર્ણ ટિપ્પણી, હાથી રાખવા ને લઈને કહી આવી વાત
Exit mobile version