ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22 સપ્ટેમ્બર, 2021
બુધવાર
પાકિસ્તાનની એડમિનિસ્ટ્રેટિવ સર્વિસમાં પ્રથમવાર હિન્દુ મહિલાએ સ્થાન મેળવ્યું છે. મૂળ સિંધના શિકારપુરની રહેવાસી અને હાલમાં કરાચીમાં રહેતી ડૉ. સના રામચંદ ગુલવાનીએ પાકિસ્તાનની સૌથી અઘરી પરીક્ષા પાસ કરી છે. ૨૭ વર્ષની ઉંમરે સના પીએસમાં ફરજ બજાવશે.
ભારતની સિવિલ સર્વિસની પરીક્ષાઓ જેમજ પાકિસ્તાનમાં પીએએસ પરીક્ષાનું સ્તર અઘરુ માનવામાં આવે છે. મીડિયાના અહેવાલ મુજબ સના પહેલાં એટેમ્પ્ટમાં જ સફળ થઈ છે. તેણીએ સેન્ટ્રલ સુપિરિયર સર્વિસની પરીક્ષા મે મહિનામાં ક્લિયર કરી હતી. હવે ઓફિસર તરીકે તેમની નિમણૂક થઇ છે.
યુરોલોજિસ્ટની ડીગ્રી ધરાવતી ડૉ.સનાએ સિંધ પ્રાંતની રુરલ સીટથી આ પરીક્ષામાં ભાગ લીધો હતો. તેણે એક મીડિયા સંસ્થાને જણાવ્યું હતું કે વુમન મેડિકલ ઓફિસર તરીકે સિંધના ગ્રામીણ વિસ્તારમાં મારી તાલીમ શરૂ થઈ ત્યારે મેં જોયું કે લોકો બહુ જ ગરીબ છે. સરકારી હોસ્પિટલોમાં સામાન્ય દવાઓની પણ અછત છે. દરમિયાન આ હોસ્પિટલમાં એક વખત ડેપ્યુટી કમિશનર મુલાકાતે આવ્યા હતા. લોકો તેમને બહુ માન આપતા હતા. તેમના કહેવાથી હોસ્પિટલની અછતો દૂર કરવા માટે પ્રયત્નો પણ તત્કાળ શરૂ કરાયા હતા. આ જોઈને મેં સિવિલ સર્વિસની પરીક્ષા આપવાનું નક્કી કર્યું હતું.