News Continuous Bureau | Mumbai
Hollywood hills fire: દક્ષિણ કેલિફોર્નિયાના લોસ એન્જલસ કાઉન્ટીના છ જંગલોમાં ભીષણ આગ લાગી છે. આ આગ રહેણાંક વિસ્તારો સુધી પણ પહોંચી ગઈ છે. અમેરિકી અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં પાંચ લોકોના મોત થયાના અહેવાલ છે અને ૧,૧૦૦ થી વધુ ઇમારતો નાશ પામી છે. એક લાખથી વધુ લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે.
દરમિયાન લોસ એન્જલસના પહાડી વિસ્તારોમાં આગ ઓલવવા માટે અગ્નિશામકો સખત મહેનત કરી રહ્યા છે. આગની જ્વાળાઓ માઇલો સુધી ફેલાઈ ગઈ. તોફાની પવનોને કારણે પરિસ્થિતિ વધુ વણસી છે, જેના કારણે રાહત કામગીરીમાં અવરોધ આવી રહ્યો છે. તો બીજી તરફ હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આગની સ્થિતિ વધુ વણસી શકે છે, કારણ કે ભારે પવન અને શુષ્ક હવામાન કેલિફોર્નિયાના અન્ય ભાગોમાં આગ ફેલાવાનું જોખમ વધારી રહ્યું છે.
Hollywood hills fire: જુઓ વીડિયો
VIDEO: Firefighters battle blazes as thousands evacuate amid wildfires in Los Angeles.
Firefighters rush to save properties as out-of-control wildfires erupt in Los Angeles, prompting an evacuation call with tens of thousands fleeing their homes pic.twitter.com/yyAACMVBkb
— AFP News Agency (@AFP) January 9, 2025
Hollywood hills fire: વિસ્તારમાં ઘણા પ્રખ્યાત ફિલ્મ અને સંગીત કલાકારો રહે છે
કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યુસોમે દરિયાકાંઠાના વિસ્તારમાં લાગેલી ભીષણ આગને ધ્યાનમાં રાખીને ઇમરજન્સી જાહેર કરી. પેસિફિક પેલિસેડ્સમાં ઘણી ઇમારતો નાશ પામી હતી અને આશરે 3,000 એકર (1,200 હેક્ટર) જમીન બળીને રાખ થઈ ગઈ હતી. આ વિસ્તારમાં ઘણા પ્રખ્યાત ફિલ્મ અને સંગીત કલાકારો રહે છે. આગથી બચવા માટે રસ્તાઓ પર લોકોના મોટા ટોળા જોવા મળ્યા હતા, જેમાંથી કેટલાક લોકો પોતાની કાર છોડીને સુરક્ષિત સ્થળો તરફ ભાગવા લાગ્યા હતા કારણ કે આગ ઝડપથી ફેલાઈ રહી હતી.
આ સમાચાર પણ વાંચો: Elephant Attack Video: ભીડ જોઈને વિફર્યો હાથી, એક વ્યક્તિને સૂંઢથી પકડીને ફેરવ્યો અને પછી..; જુઓ વિડીયો
Hollywood hills fire: છ જંગલોમાં આગ લાગી…
બુધવારે સાંજે લોસ એન્જલસમાં હોલીવુડના એક વિસ્તારમાં આગ લાગી હતી. ફાયર ચીફે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે લોસ એન્જલસ કાઉન્ટીમાં અત્યાર સુધીમાં છ જંગલોમાં આગ લાગી છે. આ આગને કારણે પચાસ અબજ ડોલરથી વધુનું નુકસાન થયું હતું.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)