Site icon News Continuous Bureau | Mumbai

Hormuz Crisis: હોર્મુઝમાં ‘ડ્રેગન’ અને ‘અમેરિકા’ વચ્ચે જંગના એંધાણ! ટ્રમ્પની આક્રમકતા સામે ચીને ઉતાર્યું નૌકાદળ

Hormuz Crisis: અમેરિકાના નેવલ બ્લોકેડથી ચીનનો 40 ટકા તેલ પુરવઠો જોખમમાં; સંરક્ષણ મંત્રી ડોંગ જૂને કહ્યું - અમારા મામલામાં દખલ ન કરો.

Hormuz Crisis Trump vs Jinping standoff as US blocks ships, China warns against interference.

Hormuz Crisis Trump vs Jinping standoff as US blocks ships, China warns against interference.

News Continuous Bureau | Mumbai

 ઈરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટ સીઝ કર્યા બાદ હવે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ જળમાર્ગની બહાર આવતા-જતા જહાજોને બ્લોક કરવાની જાહેરાત કરીને ખળભળાટ મચાવી દીધો છે. ટ્રમ્પના આ આકરા નિર્ણયથી ચીનને મોટો ફટકો પડી શકે તેમ છે. આ જાહેરાતના જવાબમાં ચીનના સંરક્ષણ મંત્રી એડમિરલ ડોંગ જૂને અમેરિકાને ગંભીર ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે અમેરિકાએ ઈરાન અને ચીનના દ્વિપક્ષીય સંબંધોમાં દખલગીરી કરવાનું ટાળવું જોઈએ.

Join Our WhatsApp Channel

ચીન માટે હોર્મુઝ સ્ટ્રેટ કેમ મહત્વનું છે?

ચીન માટે આ જળમાર્ગ અત્યંત મહત્વનો છે કારણ કે તેની કુલ તેલની જરૂરિયાતનો લગભગ 40 ટકા હિસ્સો અને એલએનજી પુરવઠાનો 30 ટકા ભાગ આ માર્ગેથી પસાર થાય છે. ચીન આજે પણ ઈરાન પાસેથી મોટા પાયે ઉર્જાની ખરીદી કરી રહ્યું છે અને તેના જહાજો ત્યાંથી સતત પસાર થઈ રહ્યા છે. ટ્રમ્પ દ્વારા નેવલ બ્લોકેડ શરૂ થયા બાદ ચીનની ઉર્જા સુરક્ષા સામે મોટું જોખમ ઊભું થયું છે. નિષ્ણાતો માને છે કે ટ્રમ્પના આ પગલાનો મુખ્ય હેતુ ચીની ચલણ યુઆનને ટાર્ગેટ કરવાનો છે, જેનો ઉપયોગ પેટ્રો ડોલર સિસ્ટમ અને અમેરિકી પ્રતિબંધોથી બચવા માટે કરવામાં આવી રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : Ambedkar Jayanti 2026: ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ: રાષ્ટ્રપતિ મુર્મુ અને PM મોદીએ સંસદ ભવનમાં અર્પી શ્રદ્ધાંજલિ, જાણો દેશના મહાનુભાવોના સંદેશ!

સંરક્ષણ મંત્રી ડોંગ જૂનની અમેરિકાને બેટૂક શબ્દોમાં ચેતવણી

સોમવારે સાંજે નેવલ બ્લોકેડ શરૂ થવાની સાથે જ ચીની સંરક્ષણ મંત્રીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે ઈરાન સાથે અમારા વેપાર અને ઉર્જા કરારો છે અને અમે ઈચ્છીએ છીએ કે અન્ય કોઈ દેશ અમારા આંતરિક બાબતોમાં દખલ ન કરે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે હોર્મુઝ સ્ટ્રેટ ચીન માટે ખુલ્લું છે. ચીનના વિદેશ મંત્રાલયે પણ સ્થિરતા અને અવરોધ વિનાના જળમાર્ગના સમર્થનમાં નિવેદન આપ્યું છે. ચીનનું કહેવું છે કે આ વિવાદનો ઉકેલ યુદ્ધવિરામ અને દુશ્મનાવટનો અંત લાવવાથી જ શક્ય છે.

મધ્ય પૂર્વમાં પ્રભુત્વ માટે અમેરિકા અને ચીન વચ્ચે સ્પર્ધા

ચીન અત્યારે મધ્ય પૂર્વમાં શાંતિ સ્થાપવા માટે સકારાત્મક અને રચનાત્મક ભૂમિકા ભજવવા તૈયાર હોવાનો દાવો કરી રહ્યું છે. જોકે, હકીકતમાં આ વિસ્તારમાં પોતાના પ્રભાવ માટે અમેરિકા અને ચીન વચ્ચે લાંબા સમયથી સ્પર્ધા ચાલી રહી છે. ચીન સતત યુદ્ધવિરામ પર જોર આપી રહ્યું છે જેથી તેની ઉર્જા સપ્લાય ચેઈન સુરક્ષિત રહે. બીજી તરફ, અમેરિકા પોતાની નૌકા શક્તિનો ઉપયોગ કરીને ઈરાન અને ચીન પર દબાણ વધારી રહ્યું છે, જેના કારણે વૈશ્વિક સ્તરે આર્થિક અસ્થિરતા આવવાની ભીતિ સેવાઈ રહી છે.

 

Stock Market। ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ, સેન્સેક્સ અને નિફ્ટીમાં વધારા વચ્ચે આ સ્ટોક્સ આવ્યા ચર્ચામાં
USIran War Update| દુનિયાભરને મળશે મોટી રાહત! ઈરાન સાથે યુદ્ધ રોકવા ડોનાલ્ડ ટ્રમ્પ લેશે ઐતિહાસિક નિર્ણય? ગમે ત્યારે થશે ઓફિશિયલ એનાઉન્સમેન્ટ
LPG Cylinder Prices June। જૂન મહિનામાં બદલાશે એલપીજી સિલિન્ડરના ભાવ? મે ના વધારા બાદ નવી કિંમતો જાહેર
US 250 Dollar Bill| અમેરિકી કરન્સીમાં મોટો ફેરફાર, રાષ્ટ્રપતિ ટ્રમ્પના ફોટાવાળી નવી નોટ આવશે બજારમાં
Exit mobile version