News Continuous Bureau | Mumbai
મેક્સિકોના સૌથી લોકપ્રિય પર્યટન સ્થળોમાંથી એક પર મોટી દુર્ઘટના બની છે. અહીં જ્યારે અનેક ફૂટ ઉંચે હોટ એર બલૂન હવામાં હતો ત્યારે અચાનક તેમાં આગ લાગી હતી. અનેક ફૂટ ઉંચે જ્યારે બલૂન હવામાં હતો ત્યારે સાઈટમાં ઉભા રહેવા માટે બનાવેલ રેલીંગ પર આગ ફાટી નીકળી હતી. જેથી લોકો પોતાના જીવ બચાવવા માટે અનેક ફૂટ ઉંચેથી છલાંગ લગાવી હતી, પરંતુ નીચે પટકાઈ ને મોતને ભેટ્યાં હતાં.
https://twitter.com/i/status/1642228555026186243
આ દુર્ઘટનાનો એક હૃદયદ્રાવક વીડિયો સામે આવ્યો છે, જે હવે વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે, જ્યારે બલૂન હવામાં હતું તો લોકોને ઊભા રહેવા માટે બનાવાયેલા બાસ્કેટમાં આગ લાગી ગઈ. આગ વધવાની સાથે જ બલૂન હવામાં વધુ ઊંચે જતું રહ્યું. જેથી તેમાં સવાર લોકોને બચાવવાનું લગભગ અશક્ય જેવું બની ગયું હતું.
ભારતના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર નું અવસાન થયું, ક્રિકેટ જગતમાં શોકની લાગણી
