296
Join Our WhatsApp Community
પંજાબ નેશનલ બેંક કૌભાંડનો આરોપી મેહુલ ચોક્સી હાલમાં કેરેબિયન દેશ ડોમિનિકાની એક હોસ્પિટલમાં પોલીસ દેખરેખ હેઠળ છે.
ભારત સરકારે આ ભાગેડુ ઉદ્યોગપતિને ભારત પરત લાવવા માટે એક ચાર્ટર્ડ વિમાન બોમ્બારડીઅર ગ્લોબલ 5000 મોકલાવ્યું છે અને જયાં સુધી ચોકસીને પરત ન લવાય ત્યાં સુધી વિમાન ડોમીનિકના હવાઇ મથકે જ રહેશે.
આ વિમાનના ઉડ્ડયનમાં પ્રતિ કલાક 8.46 લાખનું ભાડુ છે અને જયારે તે ભારત પરત આવશે ત્યારે સરકારને રૂા.2.86 કરોડનો ખર્ચો થઇ જશે.
તદુપરાંત આ વિમાન જે દેશો પરથી ઉડયું છે તેના એવિયેશન કંટ્રોલ માટે રૂા.5.11 લાખ પ્રતિ દેશ વધુ ચુકવવા પડશે.
જોકે આટલો ખર્ચ કર્યા પછી પણ ચોકસીને ભારતમાં લઇ લાવી શકાશે કે નહીં તે પ્રશ્ન યથાવત છે.
આજથી દેશમાં બદલાય રહ્યા છે આ નિયમો; સામાન્ય નાગરિકોને થશે સીધી અસર, જાણો વિગત
You Might Be Interested In