યૂક્રેનની રાજધાની કિવમાં ફરી એકવાર જોરદાર ધડાકો સંભળાયો છે. કહેવામાં આવી રહ્યું છે કે રશિયાએ ઘણા ઈરાની ડ્રોનથી હુમલો કર્યો છે. જો કે કિવના મેયરે અલગ દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે અમે રશિયા દ્વારા મોકલવામાં આવેલા 10 ઈરાની ડ્રોનને તોડી પાડ્યા છે. રશિયાના આ હુમલામાં યૂક્રેનની બે સરકારી ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ છે. આ હુમલામાં કેટલા લોકો ઘાયલ થયા છે તેની માહિતી હજુ સામે આવી નથી.
કિવના સ્થાનિક અધિકારી વિતાલી ક્લિટ્સ્કોએ ટેલિગ્રામ પર એક પોસ્ટમાં લખ્યું હતું કે વિસ્ફોટો પછી મ્યુનિસિપલ ટીમો આવી પહોંચી હતી. અધિકારીઓએ જણાવ્યું કે આ હુમલામાં ઈરાની બનાવટનું ‘શહીદ’ ડ્રોન સામેલ હતું. યૂક્રેનના અધિકારીઓનું કહેવું છે કે રશિયન દળો દેશમાં અન્ય જગ્યાઓ પર પણ હુમલાઓ કરી રહ્યા છે.
યૂક્રેન પર એમની જ મિસાઈલોથી હુમલો કરી રહ્યું છે રશિયા
એટલું જ નહીં યૂક્રેન યુદ્ધમાં વધુ એક વિચિત્ર પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે. યૂક્રેનના ડેપ્યુટી ઈન્ટેલિજન્સ ચીફ જનરલ વાદિમ સ્કિબિટ્સકીએ કહ્યું કે ઓક્ટોબરથી રશિયા તેમના પર એ મિસાઈલોથી હુમલો કરી રહ્યું છે, જે યુક્રેને 1990માં સોવિયત યુનિયનથી અલગ થવા પર રશિયાને સોંપી હતી. વાસ્તવમાં, 1990 માં સોવિયત સંઘથી અલગ થયા પછી, યૂક્રેન પાસે પરમાણુ શસ્ત્રોનો વિશ્વનો ત્રીજો સૌથી મોટો ભંડાર હતો.
આ સમાચાર પણ વાંચો: સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયો.Defense news: ભારતીય સૈનિકોએ બોર્ડર પર ચીની સૈનિકોને દંડાથી પીટાઈ કરી નાખી, રીતસરના ભગાડી મૂક્યા
જનરલ સ્કિબિટ્સકીએ કહ્યું કે 1970ના દાયકામાં યૂક્રેનમાં બનેલી KH-55 સબસોનિક ક્રૂઝ મિસાઈલનો ભંગાર રશિયન હુમલા બાદ ખ્મેલનિત્સ્કી વિસ્તારમાંથી મળી આવ્યો હતો. તેમણે ધ્યાન દોર્યું કે માત્ર મિસાઈલ જ યૂક્રેનમાં જ નથી બની, પરંતુ તેને તોડી પાડનાર Tu-160 બોમ્બર પણ યૂક્રેનમાં જ બનાવવામાં આવ્યું હતું
ઈરાની ડ્રોને યૂક્રેનની પાવર સિસ્ટમને કરી નષ્ટ
રશિયાએ ઈરાની ડ્રોન વડે યૂક્રેનના વિવિધ શહેરોને તબાહ કર્યા છે. આનાથી પરિસ્થિતિ વધુ વિકટ બની છે. રશિયાએ ઓડેસામાં ઈરાની ડ્રોનથી નવો હુમલો કર્યો. જેના કારણે લગભગ 15 લાખ લોકોના ઘરોમાંથી વીજળી ગુલ થઈ ગઈ હતી. આ લોકો અંધારામાં રહેવા મજબૂર બન્યા છે.