News Continuous Bureau | Mumbai
સુદાનની રાજધાની ખાર્તુમ અને અન્ય શહેરોમાં અત્યારે તળાવ ભર્યું વાતાવરણ છે. અહીં તેના અને એક શક્તિશાળી હરીફ દળ વચ્ચે દેશના નિયંત્રણ માટે લડાઈ ચાલી રહી છે. યુનાઇટેડ નેશને પત્રકારોને પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે લડાઈ ફાટી નીકળ્યા ત્યારથી ઓછામાં ઓછા 185 લોકો માર્યા ગયા છે અને 1,800 થી વધુ ઘાયલ થયા છે. બંને પક્ષો ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં ટેન્ક, આર્ટિલરી અને અન્ય ભારે હથિયારોનો ઉપયોગ કરી રહ્યા છે.
લાખો લોકો અત્યારે પોતાના ઘરમાં અટવાઈ ગયા છે તેમજ સેના અને વિદ્રોહી વચ્ચે ચાલી રહેલી જંગને કારણે મૃતકોનો આંકડો સતત વધી રહ્યો છે.
ઇસ્લામના પવિત્ર મહિના રમજાન દરમિયાન આ યુદ્ધ ફાટી નીકળ્યું છે. સુદાનમાં આંતરિક વિદ્રોહનો બહુ લાંબો ઇતિહાસ છે.
